Skip to main content

Posts

Showing posts from May, 2019

રાષ્ટ્રીય કિશોર કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કુનરીયા માં કિશોરી મીટીંગ નું આયોજન થયું

વિશ્વ આરોગ્ય સંસ્થાએ તરુણો માટે ૧૧ થી ૧૮ વર્ષની ઉંમરને  વ્યાખ્યાયિત કરી છે આવી તરુણ વય ની દીકરીઓને આ ઉમરે આવતા શારીરિક અને માનસિક ફેરફાર અને એના કારણે થતા વર્તન માં ફેરફાર અને એ દરમ્યાન લેવાની થતી કાળજી બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો પી.ઍન.કન્નર સાહેબ ડો ગૌતમ પરમાર અને ડો માયાબા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન હિમોગ્લોબીનની ઉણપથી થતા રોગો અને તકલીફો થી અવગત કરાયા આ માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિડિયોફિલ્મ થી તરુણીઓને માહિતગાર કરાયા ,તમામ ઉપસ્થિત તરુણીઓનો બ્લડ ટેસ્ટ કરાયો B.M.I. તપાસી કુપોષણથી થતી તકલીફો થી અવગત કરાયા તમામ તરુણીઓને સેનેટરી નેપ્કીન આપીને સ્વચ્છતા પર ભાર મૂકવા આહ્વાન કરાયું દીકરી વ્યસનથી દૂર રહેવાની હાકલ કરાઈ. ટકાઉ વિકાસના માપદંડ 3 મુજબ આરોગ્ય અને સુખાકારી માટે પંચાયત નિયમિત પ્રયત્નશીલ છે ત્યારે તરુણી ઓ ને આવા પ્રકારના માર્ગદર્શનથી અનુગામી દિવસોમાં ખૂબ સારો ફાયદો થશે અને ઘણી બધી ગંભીર બીમારીઓનો ભોગ બનતી અટકશે ખાસ કરીને બ્રેસ્ટ અને સર્વાઈક્લ  કેન્સર જેવા નોન કમ્યુનીકેબલ ડીસીઝ માટે ઉપયોગી માહિતી અપાઇ. સારવાર ...