Skip to main content

Posts

Showing posts from September, 2020

Fifteen youths from three villages in the pachchham region visited Kunaria village

લોક સેવા યુવા ટ્રસ્ટ ના પ્રાયત્નો થી પચ્છમ વિસ્તાર ના પશુપાલકો સંગઠિત થઈ આત્મનિર્ભર બને એ હેતુ થી કુનરીયા પંચાયત મા પ્રેરણા પ્રવાસ નો આયોજન કરાયુ પશુપાલકો ના મંડળ બનાવિ વિવિધ યોજના મા કઈ રીતે લાભ લઈ શકે  ઘાસ ચારા સબંધીત સુ યોજના ઓ છે પશુપાલન ના વિષય મા પંચાયત ની શુ જવાબદારી છે દૂધ ના ભાવ પશુઓ ની ખરીદી પર સહાય રશિકરણ જેવા વિષયો ઊપરાંત MGNREGA હેઠળ કઈ રીતે રોજગારી લઈ શકાય ડિમાન્ડ ક્યા કરવી વગેરે બાબતે ઊંડાણ પુર્વક ચર્ચા થઈ કુનરીયા પંચાયતે કરેલી કામગીરી ને નિહાળી પચ્છમ ના તુગા ઝુણા અને જમ કુનરીયા ગામ ના પ્રતિનિધિ ઓ મુલાકાત દરમ્યાન પંચાયત ની કામગીરી થી પ્રભાવીત થયા હતા

કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village

વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ  દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી  કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે  બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિણામો પણ મળી રહ

કુનરીયા મા ઓન લાઈન અભ્યાસ માટે યુ ટ્યૂબ ચેનલ નુ લોકાર્પણ કાર્યક્રમ યોજયો.

તારીખ 17 સપ્ટેમ્બર 2020 માન. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણી કરાઇ ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે બાળકો પોતાના શિક્ષકો પાસેથી ઓનલાઇન શિક્ષણ મેળવી શકે એ માટે કુનરીયા પ્રાઇમરી સ્કૂલ નામની યુટ્યુબ ચેનલનો લોકાર્પણ કરવામાં આવ્યું વિવિધ માધ્યમોથી બાળકો શિક્ષણ લઇ રહ્યા છે ત્યારે પરિચિત શિક્ષકો એ તૈયાર કરેલ વીડિયો બાળકોને સરળતાથી સમજાઈ જાય એવા આશય સાથે 35 વિડીયો સાથે વિદ્યાર્થી હિતમાં આ ચેનલ ખુલ્લી મુકવામાં આવી 9 શિક્ષકો અને  ૨ સ્વંમ  સેવકોના પ્રયાસથી  આ ચેનલ બનાવાઈ છે આ લોન્ચિંગ કાર્યક્રમમાં ગામના સરપંચ સુરેશ છાંગા એ સૌને આવકાર્યા હતા.  શાળાના આચાર્ય શ્રી જયેશભાઇ પટેલે પોતાના વિડીયો બનાવવાના અનુભવની વાત કરી નવ શિક્ષકો  ૧.ગોપાલભાઈ કુંભાણી ૨. દિપ્તીબેન ચૌધરી ૩. ફાલ્ગુની બેન પટેલ ૪. કેયુર ભાઈ કોટડીયા ૫. મીતાબેન પરમાર ૬. મનીષાબેન પટેલ ૭. પ્રતિમાબેન ખોખર ૮. ઇરફાન મુલતાની ૯. જયેશભાઈ પટેલનો સન્માન મુખ્ય મહેમાન નીમાબેન આચાર્ય દ્વારા સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના અધ્યક્ષ અને ભુજ ધારાસભ્ય બાલ કેન્દ્રીત પ્રવૃત્તિને બિરદાવી અન્ય શાળાઓ પણ પ્રેરણા લે એ માટે અપીલ કરી આગા