Skip to main content

Posts

Showing posts from September, 2019

સતત વારસાદ ના કારણે પાકમાં આવતી લશ્કરી ઈયળ ના નિયંત્રણ માટે કુનરીયા ના ખેડુતોને માર્ગદર્શન અપાયુ.

તારીખ 27 9 2019 ના રોજ કુનરીયા ગામે ખેડૂતોને પાકમાં આવતા રોગો વિશે માહિતી બાદ માર્ગદર્શન અપાયું.             છેલ્લા એકાદ મહિનાથી વરસાદ સતત વરસી રહ્યો છે અથવા વાદળછાયું વાતાવરણ રહ્યું એકધારો સૂર્યપ્રકાશ કે તડકો જોવા મળ્યો નહીં એના કારણે એરંડા અને કપાસના પાકમાં આવતી ઈયળોને સાનુકૂળ વાતાવરણ મળ્યું અને લશ્કરી ઈયળો એ પાક પર હુમલો કર્યો આવિ ઈયળો થી બચવા અને વધારાના ખોટા ખર્ચ ના કરવા પડે એ હેતુ થી કુનરીયા ગામમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના રોગ નિષ્ણાંત ડો અરવિંદે ખેડૂતોને માહિતી આપી. ડોક્ટર અરવિંદ એ પોતાની વાતમાં પાક ફેરબદલી અને અગાઉથી માવજતની ભલામણ કરી ખેડૂતોને મુજવતી બાબતોના જવાબો આપ્યા. ઉપરાંત આગામી દિવસોમાં ઘઉં અને રાયડાના વાવેતરમાં બિયારણની પસંદગી વાવેતર માટેનો અનુકુળ સમય જમીન ને ધ્યાનમાં રાખી બિયારણની જાત વગેરે બાબતો પર ઉડાંણ પૂર્વક માહિતી આપી.           ACT સંસ્થાના ડાયરેક્ટર શ્રી યોગેશભાઈ જાડેજા એ S.R.I. પદ્ધતિથી ઘઉં વાવી વધારે ઉત્પાદન લેવા આહવાન કરાયું આગામી સિઝન 15 ઓક્ટોબર થી 14 નવેમ્બર દરમિયાન ખેડૂતો આ નવી પદ્ધતિથી ઘઉંનું વાવેતર કરશે આ માટે મધ્યપ્રદેશથી નિષ્ણાંત લો

કુનરીયા ની પાંચે પાંચ કલા ભરતકામ,કોપર બેલ, વણાટ, ચર્મઉદ્યોગ અને એમ્બ્રોએડરી ને વધુ પ્રોત્સાહન આપવા મહેનત કરાશે.

         ભારત સરકારના કાપડ ઉદ્યોગ મંત્રાલયના હેન્ડીક્રાફ્ટ વિભાગ દ્વારા કુનરીયા ગામે હસ્તકલા જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રવિવીર ચૌધરી  DRDA માંથી APO પાર્થ ભાઈ BOB માંથી ચંદુભાઈ વિભાગના બચ્ચાલાલ યાદવ શેખર શર્મા અને મનોજભાઈ કુંડુ હાજર રહ્યા હતા              ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હસ્તકલાના કારીગરોની ઓળખ ઉભી કરવા એમની કલા ને પોષણક્ષમ રોજગારી મળે એ માટે માર્કેટ અને કલાનું મૂલ્યવર્ધન થાય એવા હેતુથી શ્રી ચૌધરીએ ગામના કારીગરો સામે વાત કરી પ્રાસંગિક માં કલાને ટકાવવા માટે આ કલા વધુ લોકો સુધી પહોંચ ધરાવે એવા પ્રયત્નો વિભાગ પંચાયત અને અન્ય વિભાગોના હોવા જોઈએ એવી વાત કરી મેળા અને વિવિધ પ્રદર્શનોમાં કુનરીયા ના કારીગરો ને પોતાની કલાનું પ્રદર્શન કરવા આહવાન કરાયું આવા કારીગરોને પૂરતો પ્લેટફોર્મ આપવા નો વચન  અપાયું ગ્રામ પંચાયત વિકાસ આયોજન માં કારીગરો માટેની વ્યવસ્થા કરવામાં આવી હોય ત્યારે આ વિભાગે  પણ આ બાબતને બિરદાવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માંથી પાર્થ ભાઈ એ પોતાની વાતમાં સખી મંડળની નોંધણી અને બચત કર્યા બાદ વિવિધ તાલીમો અને ઉદ્યોગસાહસિકતા પર ભાર મૂક્યો BOB ની બેં

ખેડુત ની આવક બમણી કરવાના કુનરીયા ગ્રામ પંચાયત ના નવતર અને સતત પ્રાયાત્નો

સામાન્ય રીતે ખેતી વ્યવસાયને પરંપરાગત સ્વરૂપે પેઢી દર પેઢી ખેડૂતોએ સ્વીકાર્યો કેન્દ્ર સરકાર ના સંશોધન કેન્દ્રો માં ખેતી વિષયક ઘણા સંશોધનો થયા પણ મોટાભાગે કેન્દ્ર પૂરતા મર્યાદિત રહ્યા. KVK ખેડૂતો સુધી ન પહોંચ્યા અને ખેડૂતો KVK સુધી ના પહોંચ્યા કુનરીયા પંચાયતે 35 ખેડૂતોને આઇ.સી.આઇ.સી.આઇ. ફાઉન્ડેશનના સહયોગથી તાલીમ આપવાનું શરૂ કર્યું છે. આગામી શિયાળુ પાક પહેલા શું તૈયારી કરવી કચ્છની આબોહવા ને ધ્યાનમાં રાખી કયા પાક લેવા જમીનનો નમૂનો લેતી વખતે શું કાળજી રાખવી કઠોળ ધાન્ય કે ઘાસચારા માટેની નવી જાતો ની ભલામણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર જઈ અને ખેડૂતો આવી ઊંડાણપૂર્વકની માહિતી મેળવે એવું કુનરીયા પંચાયતે આયોજન કર્યું.

કુનરીયા મા ખાસ ગ્રામ સભા નુ આયોજન કરાયુ

તારીખ 20 સપ્ટેમ્બર 2019 ના રોજ કુનરીયા જુથ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રામસભામાં પોષણ નીતિ જિલ્લા પંચાયતની એપ્લિકેશન અને અન્ય સરકાર શ્રી ની યોજનાઓ બાબતે જન જાગૃતિ આવે એ બાબતે ઉંડાણપૂર્વક ચર્ચા થાય તેવા એજન્ડા સાથે ગ્રામસભા યોજાઇ. ગત સભાનો વાંચન આવક જાવક ના હિસાબો વિકાસ કામોની વિગતો અને ગત ગ્રામ સભા બાદ પૂર્ણ થયેલા કામોની વિગતો ગ્રામ સભામાં રજૂ કરાઈ. ગત ગ્રામસભામાં થયેલી રજૂઆતો બાદ પંચાયત દ્વારા વિવિધ વિભાગોમાં કરાયેલ સંકલન અને પત્રવ્યવહાર ની જાણ કરવામાં આવી. આવેલ અરજીઓનું વાંચન થયું ખાસ ખેડૂતો અને મહિલા પશુપાલકોને અપાતી તાલીમ બાબતે ચર્ચા કરાઈ ખેડૂતોના પ્રેરણા પ્રવાસ બાદ આ ખેડૂતો દ્વારા અભિપ્રાય પણ અપાયા આગામી માસમાં પંચાયત દ્વારા થનારી કામગીરી બાબતે ગામ લોકોને અવગત કરાયા સિંગલ  યુઝ  પ્લાસ્ટિક ના ન્યૂનત્તમ ઉપયોગ માટે લોકોને આહવાન કરાયું. ગ્રામ સભામાં હાજર રહેલા લોકોને જિલ્લા પંચાયતની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા કરાઈ એક અરજી ને બાદ કરતા બધી આવેલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો. સુશાસનના એક માપદંડ તરીકે પારદર્શક વહીવટ માટે પંચાયતના નિયમિત પ્રયત્ન રહ

કુનરિયા ગામ મા વૃક્ષો ના વાવેતર થયા બાદ ઉછેરાયા જુઓ અમુક તસ્વીરો

કુનરીયા જુથ ગ્રામ પંચાયત દ્વારા ગયા વર્ષે 25000 વૃક્ષો વાવવા મા આવ્યા અને લોકો ના પ્રતિભાવો પણ મળ્યા * ******************** આ ઉપરાંત મારા સ્વભાવ ને જાણનાર  લોકો એ ઘણાં પ્રોત્સાહક શબ્દો થી પ્રોત્સાહિત પણ કર્યો એ  ગ્યા વર્ષ ના વાવેલા બધ્ધ્ધા ઓલ્મોસ્ટ બધ્ધ્ધા  ગામ લોકો ના સહયોગ થી ઉછર્યા (ટાઢક) (તદ્ભવ શબ્દપ્ર્યોગ) આનંદ ની અનુભૂતિ થઈ કાર્બન ન્યુટ્રલ પંચાયત બનવા તરફ ના અમારા પ્રયત્નો થી અમને સંતોષ છે એક શ્રેષ્ઠી (નામ લઈ લઊ મનોજ ભાઈ સોલંકીએ) મને કહ્યુ હતુ ચબુતરો બનાવવા કરતા ઍક વડ  ઉછેરવા થી વધુ પુણ્ય મળશે પુણ્ય ની લાલચે પણ વૃક્ષો વાવો માળખાગત વિકાસ ની જોડાજોડ પર્યાવરણીય વિકાસ તરફ સૌ નુ ધ્યાન જાય ઍ જરુરી છે

આઇ સી આઇ સી આઇ ફાઉન્ડેશન દ્વારા કુનરીયા માં બહેનોને આર્થિક સક્ષમ કરવા તાલીમ અપાઈ.

ગ્રામ પંચાયત વિકાસનું આયોજન બનાવતી વખતે કુનરીયા પંચાયત ટકાઉ વિકાસ માપદંડોને સામે રાખ્યા હતા ખાસ બહેનો ની ભાગીદારી આવે જાતીય સમાનતા અને બહેનો ના કામનું મૂલ્યાંકન થાય એ રીતે બહેનોને રોજગારી મળે એવી જરૂરિયાત ગ્રામ સભા સામે આવી હતી આ જરૂરિયાતને સંતોષવા માટે આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશન નો સહયોગ મળ્યો હતો ગામના પરંપરાગત વ્યવસાય ખેતી અને પશુપાલન બંને વ્યવસાયમાં નવી ટેકનોલોજી નો ઉપયોગ થી વધુ કાર્યક્ષમ ઉત્પાદકતા થી આવકમાં વધારો થાય એ અર્થે  શરૂઆતમાં ખેડૂતોને અને હવે પશુપાલકો એમાંય ખાસ કરીને બહેનોને આદર્શ પશુપાલન કઈ રીતે થાય એની તાલીમ શરૂ કરવામાં આવી છે કુનરીયા ગામના 35 જેટલા પશુપાલક બહેનોને તાલીમ દરમિયાન વિવિધ માહિતી અને પ્રત્યાયન ના સાધનો થી સમજાવવામાં આવે છે કે પશુ ને બેલેન્સ આહાર કઈ રીતે આપવો  લીલો ચારો અને સુકોઘાસચારો કેટલો આપવો પશુના વાગોળવાની પ્રક્રિયા દરમ્યાન પશુઓના રહેઠાણની વ્યવસ્થા શું કરવી,હવામાન અને પાણી પશુની ઉત્પાદકતા પર કેટલી અસર કરે છે એની વાત કરવામાં આવી ઉપરાંત પશુઓમાં આવતા રોગ ખરવા મોવાસા અને બ્રુસેલોસિશ જેવા ગંભીર રોગો ની સમજ પણ અપાઈ આગામી દિવસોમાં દૂધ ઉપરાંત પશુઓની અન્ય પ્રોડક્ટને