તારીખ 20 સપ્ટેમ્બર 2019 ના રોજ કુનરીયા જુથ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રામસભામાં પોષણ નીતિ જિલ્લા પંચાયતની એપ્લિકેશન અને અન્ય સરકાર શ્રી ની યોજનાઓ બાબતે જન જાગૃતિ આવે એ બાબતે ઉંડાણપૂર્વક ચર્ચા થાય તેવા એજન્ડા સાથે ગ્રામસભા યોજાઇ. ગત સભાનો વાંચન આવક જાવક ના હિસાબો વિકાસ કામોની વિગતો અને ગત ગ્રામ સભા બાદ પૂર્ણ થયેલા કામોની વિગતો ગ્રામ સભામાં રજૂ કરાઈ. ગત ગ્રામસભામાં થયેલી રજૂઆતો બાદ પંચાયત દ્વારા વિવિધ વિભાગોમાં કરાયેલ સંકલન અને પત્રવ્યવહાર ની જાણ કરવામાં આવી. આવેલ અરજીઓનું વાંચન થયું ખાસ ખેડૂતો અને મહિલા પશુપાલકોને અપાતી તાલીમ બાબતે ચર્ચા કરાઈ ખેડૂતોના પ્રેરણા પ્રવાસ બાદ આ ખેડૂતો દ્વારા અભિપ્રાય પણ અપાયા આગામી માસમાં પંચાયત દ્વારા થનારી કામગીરી બાબતે ગામ લોકોને અવગત કરાયા સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ન્યૂનત્તમ ઉપયોગ માટે લોકોને આહવાન કરાયું. ગ્રામ સભામાં હાજર રહેલા લોકોને જિલ્લા પંચાયતની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા કરાઈ એક અરજી ને બાદ કરતા બધી આવેલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો. સુશાસનના એક માપદંડ તરીકે પારદર્શક વહીવટ માટે પંચાયતના નિયમિત પ્રયત્ન રહ્યા છે અને તમામ ગ્રામ સભામાં આવી પ્રક્રિયા કરવામાં આવે છે.
ગ્રામ પંચાયત વિસ્તાર માં લોક કલ્યાણની પ્રવૃત્તિ અને રાજ્ય અને કેન્દ્ર સરકાર નીયોજના ઓની અમલવારી કરી લોક ઉપયોગી કામો કરવા અને રાષ્ટ્ર નાં વિકાસ માં મહત્વ નું યોગદાન આપવું ૭૩ માં બંધારણીય સુધારા માં પંચાયતો ને મળેલી સતા અને ફરજો નું નિષ્ઠાપૂર્વક વહન કરવું અને અન્ય પંચાયતો નેઉપયોગી માહિતી પહોચાડવી
Comments
Post a Comment