Skip to main content

Posts

Showing posts from December, 2021

કુનરીયા પ્રાથમિક શાળા મા બાળમેળા નુ આયોજન કરવા મા આવ્યુ.

કોવિદ ની પરિસ્થિતી મા બાળકોના શિક્ષણકાર્ય મા થોડી મર્યાદા ઓ અનુભવી સરકાર શાળાઓશિક્ષકો અને વાલીઓ એ વિવિધ સ્તરે અલગ અલગ માધ્યમો થી પ્રયત્નો કર્યા અંતે કોરોના માથી થોડી રાહત થતા શાળાઓ પુર્વવત શરુ થઇ બાળકો પરંપરાગત શિક્ષણ મેળવતા થયા  કુનરીયા પ્રાથમિક શાળા મા પરંપરાગત શિક્ષણ ઉપરાંત જીવનના અન્ય કૌશલ્યો વિકસાવે એ માટે સતત પ્રયત્નો થતા રહ્યા છે એ શિલશિલામા ગત તારીખ ૩૦અને ૩૧ એમ બે દિવસ બાળમેળા નુ આયોજન કરવા મા આવ્યુ બન્ને શાળા ના ૧૮ જેટલા સ્ટોલ મા ૫૪ વિધ્યાર્થીઓએ પોતાની કળા અને આવડત નુ પ્રદર્શન કર્યુ વિવિધ વિભાગો મા ફુડકોર્ટ અને હસ્તકળા ના સ્ટોલ લગાવવામા આવ્યા હતા બાળકો ને વેપાર વિનિમય અને વાણીજય અંગે ની સમજ આપવામા આવી ઉપરાંત વેપારી અને ગ્રાહક ના સબંધો અને વ્યવહાર સબંધીત માહિતી આપવામા આવી. ગામના નવનિયુક્ત સરપંચ શ્રી રશ્મિબેન છાંગા એ આ બાળમેળા નુ ઉદ્ઘાટન કરી ખુલ્લુ મુક્યુ એસ.એમ.સી. ના સભ્યો વાલીઓ અને ગામલોકો આ બાલકલાકારો અને વેપારી ઓને પ્રોત્સાહિત કરવા બહોળી સંખ્યા મા હાજર રહ્યા હતા આ તકે શાળા પરિવાર દ્વારા નવનિયુક્ત સરપંચ સરપંચ શ્રી નુ પુસ્તક અને શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતુ.

હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર કુનરીયા દ્વારા સાયકલ સ્પર્ધા નુ આયોજન કરવા મા આવ્યુ.

 તા ૨૬/૧૨/૨૦૨૧ ના રોજ કુનરીયા સબ સેન્ટર ના પ્રયાસો થી સાયકલ સ્પર્ધા રાખવા આવી હતી જેનો મુળ હેતુ લોકો મા સારીરીક વ્યાયામ પ્રત્યે ની જાગૃતી આવે કસરત કરવા ની આદતો કેળવે જેથી લોકો તાણ કે અન્ય માનશીક બિમારી થી બચી શકે શારીરિક વ્યાયામ કરવા થી એન્ડોરફિન ડોપામાઇન અને સ્ટેરોટોનાઇન નામના અંતઃ સ્ત્રાવ ઉત્પન્ન થાય છે જે વ્યક્તિ ને ખુશ રાખે છે  સમયાંતરે આવી સ્પર્ધા થવાથી નોન કમ્યુનિકેબલ ડિસીઝ થી બચી શકાય છે  કુલ ૨૫ જેટલા બાળકો એ સ્પર્ધામા ભાગ લીધો જેમા બેશ્રેણી મા ૧ થી ૩ નંબર ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા મા આવ્યા  ૧ કેરાસીયા મનીષ કાનજીભાઇ પ્રથમ નંબર  ૨ વાણીયા તુશાર મનહરભાઇ દ્વિતીય નંબર ૩ ગાગલ ભાવિન સામજીભાઇ તૃતીય નંબર  ૧ ચાડ નીરજ ધનજીભાઇ પ્રથમ નંબર  ૨ સુમરા સબ્બીર કાસમભાઇ દ્વિતીય નંબર ૩ કેરાસીયા આર્ય વિરમભાઇ તૃતીય નંબર  કોમ્યુનિટી હેલથ ઓફિસર રિંકલ બેન  એ એન એમ મંજુલા બેન  તમામ આશા વર્કર અને બાલિકા પંચાયત ના સરપંચ ભારતી બેન ગરવા ઉપસ્થિત રહ્યા હતા.