Skip to main content

કુનરીયા પ્રાથમિક શાળા મા બાળમેળા નુ આયોજન કરવા મા આવ્યુ.


કોવિદ ની પરિસ્થિતી મા બાળકોના શિક્ષણકાર્ય મા થોડી મર્યાદા ઓ અનુભવી સરકાર શાળાઓશિક્ષકો અને વાલીઓ એ વિવિધ સ્તરે અલગ અલગ માધ્યમો થી પ્રયત્નો કર્યા અંતે કોરોના માથી થોડી રાહત થતા શાળાઓ પુર્વવત શરુ થઇ બાળકો પરંપરાગત શિક્ષણ મેળવતા થયા 

કુનરીયા પ્રાથમિક શાળા મા પરંપરાગત શિક્ષણ ઉપરાંત જીવનના અન્ય કૌશલ્યો વિકસાવે એ માટે સતત પ્રયત્નો થતા રહ્યા છે એ શિલશિલામા ગત તારીખ ૩૦અને ૩૧ એમ બે દિવસ બાળમેળા નુ આયોજન કરવા મા આવ્યુ બન્ને શાળા ના ૧૮ જેટલા સ્ટોલ મા ૫૪ વિધ્યાર્થીઓએ પોતાની કળા અને આવડત નુ પ્રદર્શન કર્યુ વિવિધ વિભાગો મા ફુડકોર્ટ અને હસ્તકળા ના સ્ટોલ લગાવવામા આવ્યા હતા બાળકો ને વેપાર વિનિમય અને વાણીજય અંગે ની સમજ આપવામા આવી ઉપરાંત વેપારી અને ગ્રાહક ના સબંધો અને વ્યવહાર સબંધીત માહિતી આપવામા આવી.









ગામના નવનિયુક્ત સરપંચ શ્રી રશ્મિબેન છાંગા એ આ બાળમેળા નુ ઉદ્ઘાટન કરી ખુલ્લુ મુક્યુ એસ.એમ.સી. ના સભ્યો વાલીઓ અને ગામલોકો આ બાલકલાકારો અને વેપારી ઓને પ્રોત્સાહિત કરવા બહોળી સંખ્યા મા હાજર રહ્યા હતા આ તકે શાળા પરિવાર દ્વારા નવનિયુક્ત સરપંચ સરપંચ શ્રી નુ પુસ્તક અને શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતુ.










Comments

Post a Comment

Popular posts from this blog

કુનરિયા પ્રાથમિક શાળા મા વાર્ષિકોત્સવ ઉજવાયો 8 માર્ચ 2019

કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના  બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી  ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...

કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village

વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ  દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી  કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે  બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિ...

કુનરીયામાં વ્હાલી દિકરી ના વધામણા

  કુનરીયા ગામે  વ્હાલી દિકરી ના વધામણા કાર્યક્રમની ઉજવણી હર્ષોલ્લાસ કરવામાં આવી, જે સમગ્ર ગામ માટે અનોખો અને પ્રેરણાદાયી પ્રસંગ હતો. આ કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૪માં જન્મેલા તમામ દિકરીઓનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું અને તેમના માતા માટે પોષણ અને કાળજીના મહત્વ પર જાગૃતિ લાવવામાં આવી. દિકરીઓને પાઠવવામાં આવેલા પ્રેમના ઉપહાર  આ પ્રસંગે દિકરીઓને (પછેડા) પહેરવાના કપડા ભેટમાં આપ્યા ગયા. આ પછેડા માત્ર એક ભેટ નથી, પરંતુ તે પંચાયતની દિકરી પ્રત્યેની લાગણી નું પ્રતીક છે. સાથે જ, માતાઓને પોષક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું, જે દિકરીના જન્મ પછી માતાના આરોગ્ય માટે અત્યંત જરૂરી છે. માતા માટે ખાસ માર્ગદર્શન માતાઓને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં બાળકના શારિરીક અને માનસિક વિકાસ માટે મહત્વપૂર્ણ કાળજી અને પોષણના મુદ્દાઓ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો. આ માર્ગદર્શન માતા-દિકરીના ભવિષ્યને વધુ મજબૂત અને સુખમય બનાવવા માટે ખાસ તૈયાર કરાયું હતું.  સમુદાય માટે પ્રેરણાદાયી ક્ષણ આ કાર્યક્રમ માત્ર એક અનૂઠી ઉજવણી જ નહીં, પરંતુ સમાજમાં દિકરીઓ પ્રત્યે સન્માન અને પ્રેમની ભાવનાને વધારવાનો પ્ર...