Skip to main content

Posts

Showing posts from March, 2022

કન્યા શિક્ષણ પ્રવેશ ઉત્સવ-૨૦૨૨ કચ્છ કુનરિયાની દિકરી આનંદીના પ્રસ્તાવના પગલે દેશભરમાં બાલિકા પંચાયત સ્થાપિત કરવાનો ધ્યેય- કેન્દ્રિય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની

“કચ્છના આનંદીબેન એનુ જાગતુ ઉદાહરણ છે કે, જો દિકરીઓને તક આપવામાં આવે તો બાલ્યાવસ્થાથી જ નેતા પદ માટે મંત્રીપદ સુધી રાહ નથી જોવી પડતી. દિકરીઓ સમાજને ઘરેલું હિંસાથી રોકીને બાળકોને સંરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.” એમ કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીએ દેશની કુલ ૭ મહિલાઓ સાથે કરેલા ઈ-વર્ચ્યુઅલી સંવાદ બાદ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કચ્છ કુનરિયાની દિકરી આનંદીબેન અરૂણભાઇ છાંગાના સમગ્ર દેશમાં બાલિકા પંચાયત પ્રારંભ કરવાના પ્રસ્તાવને સ્વીકારે છે અને દેશભરમાં બાલિકા પંચાયત સ્થાપિત કરવાનો અમારો ધ્યેય છે.” ભારત સરકાર દ્વારા શાળાએ ના જતી ૧૧ થી ૧૪ વર્ષની દિકરીઓ માટે ચાલતી “સ્કીમ ફોર એડોલેસન્ટ યોજના” તા.૩૧/૩/૨૦૨૨ના રોજ પૂર્ણ જાહેર કરી મિશનમોડમાં લઇ જવા “મિશન પોષણ ૨.૦ અને સક્ષમ આંગણવાડી સ્કીમ” અંતર્ગત ૧૪ થી ૧૮ વર્ષની કિશોરીઓને આવરી લેવાના અભિયાનમાં ૧૪ થી ૧૮ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને પુનઃ શાળા પ્રવેશ આપવાના અભિયાન “કન્યા શિક્ષણ પ્રવેશ ઉત્સવ”નો આજે દિલ્હી ખાતેથી મહિલા અને બાળ વિકાસ કેન્દ્રિય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષસ્થાને પ્રારંભ કરવામ