Skip to main content

Posts

Showing posts from September, 2022

ભચાઉ તાલુકા ની કિશોરીઓએ કુનરીયા બાલીકા પંચાયત ની મુલાકાત લીધી

ગત તારીખ ૨૫/૯/૨૨ નારોજ ભચાઉ તાલુકા ના વિજપાસર અને સામખીયારી ગામ ની ૧૫ જેટલી કિશોરીઓએ કુનરીયા બાલીકા પંચાયત ની મુલાકાત લીધી બાલીકા પંચાયત દ્વારા કરવામા આવેલી કામગીરી થી અવગત થયા બાલીકા પંચાયત ની રચના કઇ રીતે કરવી એ કઇ રીતે લોકઉપયોગી કામ કરે તેની માહિતી મેળવી  બાલીકા સરપંચ ભારતી ગરવા એ સમાજ મા પ્રવર્તમાન લૈગીંક અસમાનતા સામે મહિલાઓને હક્કો અપાવવા પંચાયત કઇ રીતે  આગળ આવી શકે તેની વાત કરી પુર્વ સરપંચ સુરેશ છાંગા એ બાલીકાપંચાયત નો વિચાર કઇરીતે આવ્યો અને રચના ની વિગતવાર માહિતી આપી સેતુ અભિયાન ના ધવલભાઇ આહિર અને વિશ્રામ ભાઇ એ બંધારણ મા મળેલા હ્ક્કો અને ફરજો સરળતાથી વિવિધ ગેમ દ્વારા સમજાવી હતી કુનરીયા બાલીકા પંચાયત દ્વારા વિવિધ રસ્તા અને ઘરોના નામ દિકરીના નામે કરવાની પરંપરા શરુ કરી આવા સ્થળોની મુલાકાત પણ લીધી હતી કુનરીયા બાલીકા પંચાયત ના સભ્યો વ્યવસ્થા મા જોડા હતા ભચાઉ સેતુના ખીમજી ભાઇએ માર્ગદર્શન આપ્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ ના જન્મ દિવસ નિમિતે કુનરીયા મા ૭૨ જેટલા વૃક્ષોનુ વાવેતર કરી તેમને ઉછેરવા સંકલ્પ કરાયો

 નરેન્દ્રભાઇ ના જન્મ દિવસે કુનરીયા મા ૭૨ જેટલા વૃક્ષો ને રોડ ની સાઇડ મા રોપી ટ્રી ગાર્ડ થી સુરક્ષિત કરવા મા આવ્યા આ ઉપરાંત શાળા મા પર્યાવરણ અને પુનઃ પ્રાપ્ય ઉર્જા સબંધીત વિષય ની સમજ વિધ્યાર્થી મા કેળવાય એ હેતુ થી વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવા મા આવ્યુ આ સ્પર્ધા મા વિજેતા ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા મા આવ્યા હતા કાર્યક્રમ મા આઇ સી આઇ સી આઇ ફાઉન્ડેશન નો સહયોગ મળયો હતો ફાઉન્ડેશન ના પ્રોજેકટ મેનેજર અશ્વિન ભાઇ જોષી એ પરંપરાગત શ્રોતો ની સામે પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉપરાંત પાણી ના બચાવ ની વાત કરી લોકો ને માહિતગાર કર્યા ગામ ના ઉપ સરપંચ સુરેશ છાંગા એ સૌને આવકાર્યા હતા આ તકે સંસ્થા મા થી સાજીદ ચાકી હેતલબેન ખેર હરી શેખવા અને સાગર પરમાર ઉપસ્થિત રહ્યા હતા કુદરતી સંસાધનોના વિવેક પુર્ણ ઉપયોગ ના સંકલ્પ લેવામા આવ્યો કાર્યક્રમ નો સંચાલન નેહા પટેલે કર્યુ હતુ અંતે આભાર વિધી પ્રિન્સિપાલ જયેશ પટેલે કરી હતી

ઇન્ડિયન પોસ્ટ પેયમેન્ટ બેંક ના સહયોગ થી કુનરીયા મા આધાર કેમ્પ યોજાયો

 ઇન્ડિયન પોસ્ટપેયમેન્ટ બેન્ક ના સહયોગ થી કુનરીયા ગામે તારીખ ૧૩/૯/૨૨ ના રોજ આધાર કેમ્પ રાખવા આવ્યો હતો જેમા ૧ વર્ષ ની ૫ વર્ષ સુધીના ૧૪ બાળકોના આધાર કાર્ડ બનાવાયા  ૨૦ આધારકાર્ડ હોલ્ડરો ના નામ અને મોબાઇલ નંબર અપડેટ કરવામા આવ્યા આ ઉપરાંત ૨ પરિવારો ને ૩૯૯ ના પ્રિમિયમ સાથે ૧૦ લાખના વિમા કરવ સાથે ની પોસ્ટ ઓફિસ ઇન્સ્યોરન્સ સ્કિમ નો લાભ મેળવ્યો અને ૨ નવા ખાતા ખોલવા મા આવ્યા