Skip to main content

Posts

Showing posts from December, 2020

દીકરી ના જન્મ ના વધામણાં યોજના સાથે કુનરીયા મા બાલિકા મંચ ની રચના

ગત તારીખ  ૪/૧૨/૨૦૨૦ ના રોજ કુનરીયા માં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પંચાયત દ્વારા કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું. પંચાયતોની ૧૧ મી અનુસૂચિ હેઠળ ૨૯ વિષયો પૈકી મહિલા અને બાળ વિકાસ નો વિષય સોંપવામાં આવ્યો છે. આ વિષય હેઠળ પંચાયતના આયોજન બજેટ અને અમલીકરણ બાળકોની ભાગીદારી આવે એ અપેક્ષિત છે. કુનરીયા પંચાયત ગયા વર્ષે બાળ કેન્દ્રિત કરેલી કામગીરીનો પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. નક્કી કર્યા મુજબ દીકરીના જન્મના વધામણા કરવામાં આવ્યા પંચાયત એ નવી પહેલ કરી છે દીકરી ના જન્મ થતા પંચાયત ૧ કિલો મગ, ૫૦૦ ગ્રામ ગોળ, ૨૫૦ ગ્રામ ખજુર દીકરીની કપડાની જોડી ની કીટ બનાવી આપવાનું નક્કી કર્યું આ મહિનામાં બે દિકરીના જન્મ થતા બે કીટ વધામણા પેટે આપવામાં આવી.પંચાયત દ્વારા બાલિકા મંચની રચના કરવામાં આવી જેમાં 15 દીકરીઓ કિશોરીઓ નિયમિત મિટિંગ કરશે અને ચર્ચાયેલા પ્રશ્નો પંચાયતને જણાવશે આવા પ્રશ્નો પંચાયતે પોતાની ગ્રામસભાના એજન્ડા તરીકે સ્વીકારવા પડશે અને એના પર ઉપચારાત્મક કામ કરવાનું થશે કિશોરીઓના શિક્ષણ આરોગ્ય સુરક્ષા બાળમજૂરી બાળ લગ્ન બાળ હિંસા જેવા પ્રશ્નો ચર્ચા અને ચિંતા કરશે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પોષણ સ