Skip to main content

Posts

Showing posts from June, 2019

"ભારતીય સંસ્કૃતિ નો અદ્ભૂત અનુભવ એટલે યોગ" કુનરીયા મા ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

21  મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરિકે વર્ષ 2015 થી ઉજવાય છે યોગ જીવન નો આધાર છે આ પરિપેક્ષ કુનરીયા જુથ ગ્રામ પંચાયત અને શાળા પરિવાર દ્વારા વિશ્વ યોગ દિવસ ની ઊજવણી કરાઈ 300 બાળકો અને 160 જેટલા વાલીઓ એ આ દિવસે ઊજવણી મા ભાગ લીધો આ તકે આયુર્વેદિક ડૉક્ટર શ્રી જીગ્નેશ ભાઈ ઠક્કર માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ જીવન મા યોગ નુ મહત્વ સમજાવ્યું યોગ માત્ર શરીર ને મજબુત નથી બનાવતું તે શરીર ને લચીલુ પણ બનાવે છે અશ્ટાગ યોગ પધ્ધતિ થી શરીર ની મોટા ભાગ ની બિમારીઓ થી છુટકારો મેળવી શકાય એમણે વક્તવ્ય મા ઉમેર્યુ કે "યોગ કર્મશુ કૌશલમ" કોઇ પણ કલા મા નિપુણતા ઍ યોગ છે આદર્શ જીવન જીવવા માટે યોગ ઉપરાંત ઋતુ પ્રમાણે આહાર મા પણ ફેરફાર કરવો જોઇયે શરીર ને જરુરી પોષક તત્વો વાળા ખોરાક લેવા જોઇયે પૌષ્ટિક આહાર થી નિરોગી રહી શકાય  પહેલુ સુખ તે જાતે નર્યા એટલે ઘી દૂધ માખણ પુરતી માત્રા મા નિયમિત લેવા ની ભલામણ કરી આ પ્રસંગે ગામ ના સરપંચ સુરેશ ભાઈ છાંંગા એ આમંત્રિત મહેમાનો અને વિધ્યાર્થીઓ ને આવકાર્ય હતા પેટ્રોલીયમ યુનિવર્સિટી ના વિધ્યાર્થી ઓ એ ગ્રામ્ય સંસ્કૃતિ ને જાળવી રાખવા નુ આહ્વાન કર્યું બંને શાળા ના આચાર્ય મીત

કુનરિયા પ્રાથમિક શાળા મા પહેલા દિવસે ઉત્સાહ થી બાળકો નો પ્રવેશ

સામાન્ય રીતે શાળાઓમાં વેકેશન બાદ બે ચાર દિવસ તો જાણે રજાઓ જ હોય એવો માહોલ હોય એવો માહોલ હોય લગભગ 50 ટકા વિદ્યાર્થીઓ આવે સફાઈ થાય રમત-ગમત અને છુટા પડે પણ કુનરીયા પંચાયતના પ્રયત્નોથી બાળક પહેલા દિવસે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે એ માટે 3 તારીખની ગ્રામ સભામાં નિર્ણય લેવાયો અને તમામ વાલીઓને આની જાણ થઈ આ ઉપરાંત જાહેર સ્થળો અને દુકાનોમાં પોસ્ટર લગાવાયા ઉપરાંત પહેલા ધોરણ માં આવનાર વિદ્યાર્થીઓ માં ઉત્સાહ આવે એટલે તારીખ 8 ના રોજ વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી ઉપરાંત એટેન્ડસ ચેમ્પિયન દ્વારા તમામ વાલીઓને જાણ કરાઈ અને ગામની ગૃહિણીઓ એ શાળાની સફાઈ કરી બાળકોને ઉત્તમ વાતાવરણ પૂરું પાડવા સહયોગ આપ્યો શાળાના આચાર્ય શ્રીમતી મીતાબેન વેકેશન ખુલવાના આગળના દિવસે ઉપસ્થિત રહી ગામની બહેનો સાથે પોતે પણ સફાઇમાં જોડાયા ભાગ્યે જ આવા દ્રશ્યો સર્જાતા હોય કે સરકારી કર્મચારી પણ આ રીતે જોડાય લોકભાગીદારી અને જનસમર્થન થી તમામ વિભાગોમાં સારા પરિણામો લાવી શકાય એ રીતે શિક્ષણમાં પણ સારા પરિણામો લાવવા પંચાયત કટિબદ્ધ છે આ સમગ્ર પ્રવૃત્તિઓ મા રીચ ટુ ટીચ(અભિયાન) ના પ્રતિનિધિઓ માર્ગદર્શન અને અને સહકાર મળયો

કુનરીયા જુથ ગ્રામ પંચાયતની ગ્રામસભાના મુખ્યઅંશો તારીખ 3 6 2019

 આજરોજ તારીખ 3 6 2019 ના કુનરીયા જુથ ગ્રામ પંચાયતની ગ્રામ સભા ભરવામાં આવી લોકભાગીદારીથી લેવાતા નિર્ણયો અને પારદર્શક વહીવટ માટે ગ્રામસભા ઉત્તમ વ્યવસ્થા છે સામાન્ય રીતે ગામના મોટાભાગના મતદાતાઓ ગ્રામ સભામાં હાજર રહે અને પોતાની વાત પ્રતિનિધિઓ સામે વ્યક્ત કરે અને કોટી ક્રમ ના આધારે ક્યા કામ ને પ્રાધાન્ય આપવો એ વિષયની ચર્ચા કરવામાં આવે એજન્ડા મુજબ સભામાં ચર્ચા ની રજૂઆત થઈ ત્યારબાદ તલાટી કમ મંત્રીશ્રી નારણભાઈ આહીર દ્વારા પંચાયતના બેંક ખાતાની વિગતો અપાય રોજમેળ સાથે રાખી આવક-જાવક ના હિસાબો નું વાંચન થયું ગત બે માસમાં પંચાયત દ્વારા હાથ ધરાયેલા કામોની વાત થઈ ચાલુ વિકાસકામોમાં શાળાના શેડ અને આંગણવાડી ની દિવાલ બાબતે ચર્ચા થઇ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર કામોની લોક જરૂરિયાતના આધારે બહાલી અપાઇ શિક્ષણના સંદર્ભમાં આગામી તારીખ 10 ના ખુલતા વેકેશન માં પહેલા દિવસે બાળકો શાળામાં જાય તેવી રજૂઆત સાથે તકેદારી રાખવા ગામ લોકોના સૂચવાયું મિડ ડે મિલ નું સોશિયલ ઓડીટ થાય એ માટે ગામ લોકો તરફથી સૂચન આવ્યું આરોગ્ય બાબતે ૨૮૩ જેટલા આયુષ્માન કાર્ડ વિતરણ અને આગામી ચોમાસાની પૂર્વતૈયારી માટે આરોગ્ય વિભાગ સતર્ક રહેવા જણ