આજરોજ તારીખ 3 6 2019 ના કુનરીયા જુથ ગ્રામ પંચાયતની ગ્રામ સભા ભરવામાં આવી લોકભાગીદારીથી લેવાતા નિર્ણયો અને પારદર્શક વહીવટ માટે ગ્રામસભા ઉત્તમ વ્યવસ્થા છે સામાન્ય રીતે ગામના મોટાભાગના મતદાતાઓ ગ્રામ સભામાં હાજર રહે અને પોતાની વાત પ્રતિનિધિઓ સામે વ્યક્ત કરે અને કોટી ક્રમ ના આધારે ક્યા કામ ને પ્રાધાન્ય આપવો એ વિષયની ચર્ચા કરવામાં આવે
એજન્ડા મુજબ સભામાં ચર્ચા ની રજૂઆત થઈ ત્યારબાદ તલાટી કમ મંત્રીશ્રી નારણભાઈ આહીર દ્વારા પંચાયતના બેંક ખાતાની વિગતો અપાય રોજમેળ સાથે રાખી આવક-જાવક ના હિસાબો નું વાંચન થયું ગત બે માસમાં પંચાયત દ્વારા હાથ ધરાયેલા કામોની વાત થઈ ચાલુ વિકાસકામોમાં શાળાના શેડ અને આંગણવાડી ની દિવાલ બાબતે ચર્ચા થઇ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર કામોની લોક જરૂરિયાતના આધારે બહાલી અપાઇ શિક્ષણના સંદર્ભમાં આગામી તારીખ 10 ના ખુલતા વેકેશન માં પહેલા દિવસે બાળકો શાળામાં જાય તેવી રજૂઆત સાથે તકેદારી રાખવા ગામ લોકોના સૂચવાયું મિડ ડે મિલ નું સોશિયલ ઓડીટ થાય એ માટે ગામ લોકો તરફથી સૂચન આવ્યું આરોગ્ય બાબતે ૨૮૩ જેટલા આયુષ્માન કાર્ડ વિતરણ અને આગામી ચોમાસાની પૂર્વતૈયારી માટે આરોગ્ય વિભાગ સતર્ક રહેવા જણાવાયુ ખેડૂતો અને પશુપાલકો માટેની તાલીમ અંગે ચર્ચા કરવામાં આવી કિસાન માન ધન યોજનાના લાભાર્થીઓ ની નવી અરજી બાબતે ચર્ચા કરાઈ ખાસ કરીને વ્યક્તિગત સેવાઓ અંત્યોદય વિધવા સહાય જેવા ફોર્મ ભરવા અને યાદી તૈયાર કરવાની વાત થઈ મનરેગા હેઠળ નવા કામમાં ખાસ વનીકરણ પાણીના સ્ત્રોતો ઉભા કરવા રસ્તાની સફાઈ જેવા કામોની ચર્ચા થઈ વાસ્મો હેઠળ આગામી દિવસોમાં કરવાના કામોની વિગતવાર ચર્ચા કરવામાં આવી વેરા વસૂલાતના પ્રભાવી દેખાવ બાબતે તમામ કરદાતાઓ નો આભાર વ્યક્ત કરાયો

Comments
Post a Comment