Skip to main content

Posts

Showing posts from August, 2022

World Breastfeeding Day was celebrated in Kunariya કુનરીયા મા વિશ્વ સ્તનપાનનદિવસ ની ઉજવણી કરવા મા આવી

 બાળક ના ઉજ્જવળ ભવિષ્ય માટે  પોષણ એ અગત્ય ની બાબત છે  ૦૦૦૦૦૦ તંદુરસ્ત બાળકના જન્મને સુનિશ્ચિત કરવા સગર્ભાસ્ત્રીઓના આહારમા વિટામિન અને માઇક્રોન્યુટ્રિયન્સ ની ભલામણ કરવા મા આવે છે ૦૦૦૦૦૦ ઓગસ્ટ માસ નો પ્રથમ સપ્તાહ સમગ્ર વિશ્વ મા સ્તનપાન દિવસ તરીકે ઉજવવા મા આવે છે જેનો ઉદે્શ્ય માતાઓને નવજાત શિશુમાટે સ્તનપાન નુ મહત્વ સમજાવવા નો છે સ્તનપાન બાળકના પ્રારંભીક વિકાસ મા મહત્વ ની ભુમિકા ભજવે છે  કુનરીયા પંચાયત દ્વારા સગર્ભા અને ધાત્રીમાતા ઓને સ્તનપાન નુ મહત્વ સમજાવવા ૬ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ વિશ્વ સ્તનપાન દિવસ ની ઉજવણી કરવા મા આવી બાળકના સ્વસ્થ જીવન માટે ગર્ભાવસ્થાથી પ્રથમ ૧૦૦૦ દિવસ બાળકના શારિરીક અને માનશિક વિકાસ માટે મહત્વના હોય છે બાળક ને પ્રથમ ૬ માસ માતાનુ સ્તનપાન અને ત્યારબાદ પોષણયુક્ત આહાર આપવો જોઇએ બાળકના જન્મના પ્રથમ કલાકમાજ સ્તનપાન કરાવવા ની ભલામણ કરવા મા આવી માતાનુ દુધ બાળકના પોષણ માટે શ્રેષ્ઠ સ્ત્રોત છે આ ઉપરાંત આંગણવાડી મા મળતા પૂર્ણા શક્તિ માંથી વિવિધ પૌષ્ટીક રશોઇ બનાવવા ની રેશેપી અંગે વાત કરવા મા આવી કિશોરી ઓના વજન ઉચાઇ ચેક કરવા મા આવી હાજર રહેલી માતા ઓને વ્હાલી દિકરી યોજના ની માહિતી આપવા

મહિલા સરપંચના પ્રગતિશીલ વિચારો થકી કુનરીયા જેવા છેવાડાના નાનકડા ગામની મહિલાઓ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, રોજગાર સહિતના ક્ષેત્રે અવ્વલ બની

 સાફલ્ય ગાથા કુનરીયા ગામની નવતર પહેલ : પંચાયત અને શાસનવ્યવસ્થામાં સ્ત્રીઓની ભાગીદારી વધારવા દર ૧૫ દિવસે મળતી ગામની મહિલાઓની બેઠક ૦૦૦૦ રાજયકક્ષાના નારી કર્મયોગી દિવસની ઉજવણી નિમિત્તે ભુજ ખાતે શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચ રશ્મિબેન છાંગાનું સન્માન કરાયું ૦૦૦૦ ભુજ, શનિવાર: ભુજ તાલુકાનું ૩૫૦૦ની વસતી ધરાવતું કુનરીયા ગામ વર્તમાન મહિલા સરપંચની સુઝબુઝ, ધગશભર્યા વિકાસકામો અને પ્રગતીશીલ નિર્ણયો થકી જિલ્લા નહીં પરંતુ રાજયસ્તરે પ્રખ્યાત થયું છે. મહિલા સરપંચ રશ્મિબેન છાંગાએ ધો.૯ સુધીનું શિક્ષણ મેળવ્યું છે પરંતુ તેમના વિચારો અને પ્રગતિશીલ નિર્ણયો થકી કુનરીયા ગામની કાયાપલટ થઈ ગઈ છે. ખાસ કરીને મહિલા સશક્તિકરણને ખરા અર્થમાં વેગ મળ્યો છે. તેમની શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઇને તાજેતરમાં સરકાર દ્વારા "નારી વંદના ઉત્સવ" અંતર્ગત ભુજ ખાતે રાજ્યકક્ષાની મહિલા કર્મયોગી દિવસની ઉજવણીમાં તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. નારીને જો ઉડવા માટે મોકળું આકાશ અને પરીવારનો સાથ મળે તો તે પોતાનું ઘર જ નહીં પરંતુ ગામની શાસન વ્યવસ્થા પણ સુચારૂ રીતે સંભાળી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ નાનકડા ગામ એવા કુનરીયાના સરપંચ રશ