World Breastfeeding Day was celebrated in Kunariya કુનરીયા મા વિશ્વ સ્તનપાનનદિવસ ની ઉજવણી કરવા મા આવી
બાળક ના ઉજ્જવળ ભવિષ્ય માટે પોષણ એ અગત્ય ની બાબત છે
૦૦૦૦૦૦
તંદુરસ્ત બાળકના જન્મને સુનિશ્ચિત કરવા સગર્ભાસ્ત્રીઓના આહારમા વિટામિન અને માઇક્રોન્યુટ્રિયન્સ ની ભલામણ કરવા મા આવે છે
૦૦૦૦૦૦
ઓગસ્ટ માસ નો પ્રથમ સપ્તાહ સમગ્ર વિશ્વ મા સ્તનપાન દિવસ તરીકે ઉજવવા મા આવે છે જેનો ઉદે્શ્ય માતાઓને નવજાત શિશુમાટે સ્તનપાન નુ મહત્વ સમજાવવા નો છે સ્તનપાન બાળકના પ્રારંભીક વિકાસ મા મહત્વ ની ભુમિકા ભજવે છે
કુનરીયા પંચાયત દ્વારા સગર્ભા અને ધાત્રીમાતા ઓને સ્તનપાન નુ મહત્વ સમજાવવા ૬ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ વિશ્વ સ્તનપાન દિવસ ની ઉજવણી કરવા મા આવી
બાળકના સ્વસ્થ જીવન માટે ગર્ભાવસ્થાથી પ્રથમ ૧૦૦૦ દિવસ બાળકના શારિરીક અને માનશિક વિકાસ માટે મહત્વના હોય છે બાળક ને પ્રથમ ૬ માસ માતાનુ સ્તનપાન અને ત્યારબાદ પોષણયુક્ત આહાર આપવો જોઇએ બાળકના જન્મના પ્રથમ કલાકમાજ સ્તનપાન કરાવવા ની ભલામણ કરવા મા આવી માતાનુ દુધ બાળકના પોષણ માટે શ્રેષ્ઠ સ્ત્રોત છે આ ઉપરાંત આંગણવાડી મા મળતા પૂર્ણા શક્તિ માંથી વિવિધ પૌષ્ટીક રશોઇ બનાવવા ની રેશેપી અંગે વાત કરવા મા આવી કિશોરી ઓના વજન ઉચાઇ ચેક કરવા મા આવી હાજર રહેલી માતા ઓને વ્હાલી દિકરી યોજના ની માહિતી આપવામા આવી
આ પ્રસંગે કુનરીયા સબ સેન્ટર ના કોમ્યુનટી હેલ્થ ઓફિસર રિંકલ બેન નર્સ એન્ડ મિડવાઇફ મંજુલા બેન આંગણવાડી કાર્યકર ગીતાબેન,મનિષાબેન,ઉર્મિલાબેન આશા વર્કર અને બાલીકા પંચાયત ના સરપંચ ભારતીબેન ગરવા હાજર રહ્યા હતા
Comments
Post a Comment