Skip to main content

Posts

Showing posts from July, 2021

લીલા શાકભાજી અને ફળની ડિશ સુશોભન સ્પર્ધા નુ કુનરીયા બાલિકા પંચાયત દ્વારા આયોજન કરવા મા આવ્યુ.

 બાલિકા પંચાયત ની રચના બાદ કામગીરી પણ શરૂ કરી આજ રોજ તારીખ ૨૭/૦૭/૨૧ ના કુનરીયા જૂથ ગ્રામ પંચાયત ના માર્ગદર્શન હેઠળ બાલિકા પંચાયતે કુનરીયા આંગણવાડી નં. ૧ મા પોષણ દિવસ ની ઉજવણી કરી સમાવિષ્ટ કિશોરીઓ ની શાકભાજી અને ફળ ની ડિશ સુશોભન સ્પર્ધા રાખવા મા આવી હતી જેમા ૧૫ જેટલી કિશોરી ઓએ હર્ષભેર ભાગ લીધો હતો જૂલાઇ માસ મા ઉપલબ્ધ શાકભાજી અને ફળો ની ડિશ મા સજાવટ કરી ફળો અને શાકભાજી ખાવા થી શુ ફાયદા થશે એનુ વર્ણન કર્યુ હતુ સ્પર્ધાત્મક યુગ મા સ્વાસ્થય સબંધીત જાગૃતી આવે અને પોતાની જાત ને સ્વસ્થ બનાવે એ માટે આ પ્રયોગ લાંબા ગાળે ખુબ ઉપયોગી થશે.   ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ આ સ્પર્ધા મા રીયા રણછોડભાઇ કેરાસીયા ને પ્રથમ અને આનંદી અરૂણ ભાઇ છાંગા ને બીજો ક્રમ મળ્યો બાલિકા પંચાયત ના સરંપચ ભારતી ગરવા આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહી તમામ ભાગ લેનાર ને પ્રોત્સાહન આપ્યુ હતુ આંગણવાડી કાર્યકર ગીતાબેન વારોત્રા નો તમામ કિશોરીઓને માર્ગદર્શન મળ્યુ હતુ કિશોરીઓમા રહેલા કુપોષણ ના પ્રમાણ ને દૂર કરવા નાના નાના પણ અગત્ય ના પગલા લેવા પડશે અંતે તમામ કિશોરીઓ આ સ્વાદિષ્ટ ફળ ની ડિશો આરોગી આનંદ વ્યક્ત કર્યો હતો.

કોરોના જેવી વિપરીત પરીસ્થિતી બાદ કુનરીયા મા શિક્ષણ માટે નવી શિક્ષણ પ્રણાલીકા નો ઉપયોગ કરી બાળકો ને શિક્ષણ અપાઇ રહ્યુ છે

 છેલ્લા દોઢેક વર્ષ થી સમગ્ર દેશ ના શિક્ષણ ચિંતકો કોરોના ના પડકાર સામે વ્યક્તિગત પ્રયત્નો થી નવા શિક્ષણ ના મોડેલ માટે જઝુમી રહ્યા છે અમે પણ આ દિશા મા સતત પ્રયત્નો કરી રહ્યા છીયે  બાળકોને વ્યવહાર કુશળ બનાવવા ઉપરાંત અન્ય કૌશલ્યો વિકસે એ માટે સમુદાય નો સહયોગ લઇ બાળકોના સમય નો સદ્ઉપયોગ કરી રહ્યા છીયે  પારસ્પરીક શિક્ષણકાર્ય થી મોટા બાળકો એમના થી નાના બાળકોને અશરકારક રીતે શીખવાડે એવા પ્રયત્નો પણ કરી રહયા છીયે  શિક્ષકો આવી પડેલ આપતી મા વર્ગ ખંડ બહાર જઇ વિવિધ મહોલ્લા મા જઇ શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે નેક્ષટ જેન મોડેલ ને ધ્યાન મા રાખી કમ્પ્યુટર પ્રોજેક્ટર અને આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ નો વિધ્યાર્થીઓને પરીચય થાય તેનો ઉપયોગ કરે એવી વ્યવસ્થા પંચાયત દ્વારા કરવા મા આવી છે શિક્ષણ કાર્ય મા માત્ર શિક્ષકોજ નહી ગામ ના શિક્ષિત યુવાનો , બાળકોના વાલીઓ પણ જોડાઇ શાળા સાથે અનૂબંધ સ્થાપિત કરી રહ્યા છે આ બ્લોગ લખતી વખતે હુ ( સુરેશ છાંગા )  ગામ ના બાળકોને અભ્યાસ કરાવી રહ્યો છુ મે નિશ્ચય કર્યો છે હુ શનીવાર ગામના બાળકોના શિક્ષણમાટે અનામત રાખીશ.

કુનરીયા: કોરોના વાઇરસ ને લઇને શ્રમજીવી લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. જોકે,સેવાભાવી સંસ્થાઓ દ્વારા યથાયોગ્ય મદદ કરવામાં આવી રહી છે. ત્યારે સેતુ અભિયાન દ્વારા પણ સમાજના વિવિધ વર્ગોમાં રાશન કીટનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું છે.આજે ૧૩ જેટલા પરિવારો ને કીટનું વિતરણ કરવામાં આવ્યું

 કુનરીયા: કોરોના વાઇરસ ને લઇને શ્રમજીવી લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. જોકે,સેવાભાવી સંસ્થાઓ દ્વારા  યથાયોગ્ય મદદ કરવામાં આવી રહી છે. ત્યારે સેતુ અભિયાન દ્વારા પણ સમાજના વિવિધ વર્ગોમાં રાશન કીટનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું છે.આજે ૧૩ જેટલા પરિવારો ને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે રાશન કીટ વિતરણ:  કુનરીયા મા સેતુ અભિયાન દ્વારા વિવિધ વિસ્તારોમાં વિધવા બહેનો, નીરાધાર અને ગરીબોને રાશન કીટ આપવામાં આવી ચોખા, લોટ, દાળ અને તેલની ૧૩ જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

કુનરીયા સ્કુલ મેનેજમેન્ટ કમિટી (એસ.એમ.સી.) માં સમુદાયના સભ્યો અને વાલીઓ જોડાયેલા છે જે શાળા ની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા અને તેનું નિરીક્ષણ કરવા માટે શાળા સાથે કાર્ય કરશે.

 ૬ જૂલાઇના રોજ કુનરીયા કન્યા શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક મળી હતી.  બેઠકમાં ૫ મહિલા સભ્યો સાથે સમાજના ૧૦ સભ્યોએ ભાગ લીધો હતો.  શા માટે એસ.એમ.સી. મહત્વપૂર્ણ છે, સમુદાયની ભાગીદારી કેમ મહત્વપૂર્ણ છે અને શાળાના પરિવર્તનમાં એસ.એમ.સી. કેવી રીતે મદદ કરી શકે છે તેની ચર્ચા કરી હતી. કુનરીયા સ્કુલ  મેનેજમેન્ટ કમિટી (એસ.એમ.સી.) માં સમુદાયના સભ્યો અને વાલીઓ જોડાયેલા છે  જે શાળા ની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા અને તેનું નિરીક્ષણ કરવા માટે શાળા સાથે કાર્ય કરશે. વાલીઓ અને સમુદાયની ભાગીદારી થી શિક્ષણ મા સુધાર અને પરિવર્તન લાવવાના પ્રયત્નો કરી સ્થાનિક સમુદાયના સભ્યો સાથે શાળાના સંબંધને મજબૂત બનાવશે. મહિલા સભ્યોની ભાગીદારી આવે એવા પ્રયત્નો  કરીએ છીએ.  જે લૈગીક સમાનતા, કિશોરીઓના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે એક સક્રિય સમુદાય વિદ્યાર્થીઓના નોંધણી દરને પ્રોત્સાહિત કરશે ઉપરાંત શાળાના વહીવટ અને શિક્ષકોમાં વધારે જવાબદારી ઉભી કરે છે.   કુનરીયા ના આચાર્ય જયેશ ભાઇ પટેલ અને ઇરફાન મુલ્તાનીએ પ્રથમ મિટિંગ મા માર્ગદર્શન આપ્યુ હતુ.