કુનરીયા સ્કુલ મેનેજમેન્ટ કમિટી (એસ.એમ.સી.) માં સમુદાયના સભ્યો અને વાલીઓ જોડાયેલા છે જે શાળા ની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા અને તેનું નિરીક્ષણ કરવા માટે શાળા સાથે કાર્ય કરશે.
૬ જૂલાઇના રોજ કુનરીયા કન્યા શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં ૫ મહિલા સભ્યો સાથે સમાજના ૧૦ સભ્યોએ ભાગ લીધો હતો. શા માટે એસ.એમ.સી. મહત્વપૂર્ણ છે, સમુદાયની ભાગીદારી કેમ મહત્વપૂર્ણ છે અને શાળાના પરિવર્તનમાં એસ.એમ.સી. કેવી રીતે મદદ કરી શકે છે તેની ચર્ચા કરી હતી.
કુનરીયા સ્કુલ મેનેજમેન્ટ કમિટી (એસ.એમ.સી.) માં સમુદાયના સભ્યો અને વાલીઓ જોડાયેલા છે જે શાળા ની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા અને તેનું નિરીક્ષણ કરવા માટે શાળા સાથે કાર્ય કરશે. વાલીઓ અને સમુદાયની ભાગીદારી થી શિક્ષણ મા સુધાર અને પરિવર્તન લાવવાના પ્રયત્નો કરી સ્થાનિક સમુદાયના સભ્યો સાથે શાળાના સંબંધને મજબૂત બનાવશે. મહિલા સભ્યોની ભાગીદારી આવે એવા પ્રયત્નો કરીએ છીએ. જે લૈગીક સમાનતા, કિશોરીઓના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે એક સક્રિય સમુદાય વિદ્યાર્થીઓના નોંધણી દરને પ્રોત્સાહિત કરશે ઉપરાંત શાળાના વહીવટ અને શિક્ષકોમાં વધારે જવાબદારી ઉભી કરે છે.
કુનરીયા ના આચાર્ય જયેશ ભાઇ પટેલ અને ઇરફાન મુલ્તાનીએ પ્રથમ મિટિંગ મા માર્ગદર્શન આપ્યુ હતુ.
Comments
Post a Comment