Skip to main content

Posts

Showing posts from January, 2019

ગ્રામ સભા અંગે નવતર પહેલ

ભુજ તાલુકાના કુનરીયા ગામના પ્રગતિશીલ સરપંચ સુરેશ છાંગા ની ગ્રામ સભા અંગેની નવતર પહેલ અને ગ્રામ વિકાસ ના માપદંડો ની વિગતવાર સમજૂતી નો અહેવાલ https://youtu.be/Um4L9zKVmdg

પાટડી તાલુકાના સરપંચો નો પ્રેરણા પ્રવાસ

ગત તારીખ ૨૯/૧/૨૦૧૯ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકા ની ૭ ગ્રામ પંચાયતના સરપંચ અને ૨૩ જેટલા સભ્યોએ કુનરીયા ગામની મુલાકાત લીધી. આ મુલાકાત દરમ્યાન પંચાયતે કરેલી કામગીરી શરૂઆતના પડકારો શાસનમાં લોકોની ભાગીદારી પંચાયત દ્વારા કરવામાં આવેલા નવીનત્તમ પ્રયોગો અને પંચાયત દ્વારા કરવામાં આવેલ ગ્રામ પંચાયત વિકાસ આયોજન અંગે ની વાત સરપંચ શ્રી સુરેશ છાંગા દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ના માધ્યમથી સમજાવવામાં આવી. આવેલા તમામ પ્રતિનિધિઓ સાથે સવાલ જવાબ પણ થયા. બાદમાં ગામની શાળાની મુલાકાત લીધી પ્રવૃત્તિમય શિક્ષણ અને રીચ ટુ ટીચ દ્વારા કરવામાં આવતી શિક્ષણ અંગેની પહેલ થી માહિતગાર કરાયા. આ ઉપરાંત પંચાયત દ્વારા નરેગા માંથી થયેલા કામો ની મુલાકાત લીધી. આમ આવેલા તમામ સરપંચો નો પ્રવાસ પ્રેરક રહ્યો સ્વાતી સંસ્થાના પ્રતિનિધિ સહદેવસિંહ જાડેજા સરપંચ અને તમામ ગામ લોકોનો આભાર માન્યો.

ઘરગથ્થુ ઉપચાર અને આયુર્વેદિક વિજ્ઞાન નો પરિચય

કુનરીયા ગ્રામ પંચાયત દ્વારા આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાના હેતુથી નાગરિકોમાં ઘરગથ્થુ ઉપચાર નો વપરાશ વધે અને લોકો પોતાની દિનચર્યા એવી રાખે કે બીમાર જ ન પડે “પહેલુ સુખ તે જાતે નર્યા” એ ઉક્તિને સાર્થક કરવા ગ્રામ પંચાયતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આયુર્વેદિક શાખામાંથી મેડીકલ ઓફિસરો ડોક્ટર જીગ્નેશ ઠક્કર અને ડો કિશન ગોસ્વામી એ લોકોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા દિનચર્યા અને આપણી આસપાસ ની ઉપલબ્ધ વનસ્પતિ ની ઉપયોગીતા વિષે સમજ આપી હતી. ગામના સરપંચ સુરેશભાઈ છાંગાએ સ્વાગત સાથે આ કાર્યક્રમનો હેતુ પણ સમજાવ્યું હતું અને આ વિષય પર નિયમિત કાર્યક્રમ કરી લોકોમાં જાગૃતિ લાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આ સમયે સેતુ અભિયાન-કોડકી ,સેન્ટરફોર હેરીટેજ મેનેજમેન્ટ અને ખયાલ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા.

વારસા ની વાર્તા

કચ્છ ની ધરતી માટે ખૂબ લાંબો ઈતિહાસ અલગ અલગ ઇતિહાસકારો એ લખ્યો છે. ગામો એના વસવાટ, રીત-રિવાજ, ખાણી-પીણી અને પહેરવેશ પણ ભવ્ય વારસા નુ પ્રતિક છે. કુનરીયાના ભાતીગળ વારસા નું  દસ્તાવેજીકરણ કરવાનું કુનરીયા પંચાયતે નક્કી કર્યું છે. જેથી આ વારસો અનુગામી પેઢીને સમજાય અને એનું જતન કરે ગામની કથાઓ, દંતકથાઓ, મંદિરો મસ્જિદો, ધર્મસ્થાનકો ,યુદ્ધવીરો ના સ્મારકો ખાદ્ય ખોરાક, પહેરવેશ, માન્યતાઓમ, કલા, આવડત વગેરે બાબતો અન્ય લોકો સુધી પહોંચે એ માટે દસ્તાવેજીકરણ સાથે કુમાર અને કન્યા શાળાના બાળકો નુ વારસા ની વાર્તા નામની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમા 18 બાળકોએ ગામનો ઈતિહાસ ઉજવાતા તહેવારો ધાર્મિક સ્થળો કુદરતી આફતો વખતે બચાવ અને રાહતની કામગીરી અન્ય સમાજો સાથેના સંબંધો ખેતી અને બિયારણ સાચવવાની પધ્ધતિ જેવા વિષયમાં વાર્તા કહી આ રીતે બાળકો ગામથી વધુ પરિચિત થયા અને વારસા અને પરંપરાથી અવગત થયા. જેમાં ગામના સરપંચ સુરેશભાઈ છાંગા સેતુમાથી ધવલ આહીર અને ભાવેશ ભટ્ટ ખયાલ સંસ્થામાંથી સેલજા બેન અને ગૌરવ ભાઈ અને લીયોરા બેન ઉપરાંત બંને શાળાનો સ્ટાફ અને ગામ લોકો હાજર રહ્યા હતા.

પરંપરાગત રમતો અને વારસા નું જતન

વિષય : ૭૦ માં પ્રજાસતાકદિન ની અનોખી ઉજવણી.                         ગત તારીખ ૨૬ જાન્યુઆરી સમગ્ર દેશ રાષ્ટ્રીય ઉત્સવ ની દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ઉજવણી કરી રહ્યું હતું ત્યારે કુનરીયા ગ્રામ પંચાયત આ દિવસ ને યાદગાર બનાવવા અનોખો પ્રયત્ન કર્યો હતો.સમગ્ર ગામ ધ્વજવંદન માટે ગામ માં એકત્ર થયું હતું. બાળકો ની સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ ગામ આખું સ્પર્ધાના માહોલ માં આવી ગયો. સામાન્ય રીતે કબડી , ખો-ખો ક્રિકેટ જેવી રમતો વધુ પ્રચલિત છે પણ કચ્છ ની વિસરાતી જતી ઓળખ ને પુન:સ્થાપિત કરવા વિવિધ પ્રકાર ની રમતો નું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાજરાનો રોટલો બનાવવાની સ્પર્ધામાં ૧૬ વર્ષથી ૭૦ વર્ષના બહેનોએ ભાગ લીધો ઉપરાંત રબારી, દલિત, નોડે અને આહીર સમાજ ના લગ્ન ગીતો ગાવા ની સ્પર્ધા હતી જેમાં એક જાન અને એક માંડવાનું ગીત ગાવા ની સ્પર્ધા હતી. તમામ સમાજના લગ્ન ગીતો એક જ મંડપ નીચે ગવાયા નો સમગ્ર કચ્છમાં કદાચ પહેલો પ્રસંગ હશે જે સામાજિક સૌહાર્દ ની સાક્ષી પૂરે છે.ભરત કામ માટે રબારી, દલિત,નોડે અને આહીર પરીવાર ના બહેનોએ પોતાની આગવી શૈલીમાં ભરતકામ કરી પોતાની કલા પ્રદર્શીત કરી. ભરતકામ ના આરખણા માટે એકમાત્ર બહેન વેજીબેન કેરાસ