વિષય : ૭૦ માં પ્રજાસતાકદિન ની અનોખી ઉજવણી.
ગત તારીખ ૨૬ જાન્યુઆરી સમગ્ર દેશ રાષ્ટ્રીય ઉત્સવ ની દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ઉજવણી કરી રહ્યું હતું ત્યારે કુનરીયા ગ્રામ પંચાયત આ દિવસ ને યાદગાર બનાવવા અનોખો પ્રયત્ન કર્યો હતો.સમગ્ર ગામ ધ્વજવંદન માટે ગામ માં એકત્ર થયું હતું. બાળકો ની સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ ગામ આખું સ્પર્ધાના માહોલ માં આવી ગયો. સામાન્ય રીતે કબડી , ખો-ખો ક્રિકેટ જેવી રમતો વધુ પ્રચલિત છે પણ કચ્છ ની વિસરાતી જતી ઓળખ ને પુન:સ્થાપિત કરવા વિવિધ પ્રકાર ની રમતો નું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાજરાનો રોટલો બનાવવાની સ્પર્ધામાં ૧૬ વર્ષથી ૭૦ વર્ષના બહેનોએ ભાગ લીધો ઉપરાંત રબારી, દલિત, નોડે અને આહીર સમાજ ના લગ્ન ગીતો ગાવા ની સ્પર્ધા હતી જેમાં એક જાન અને એક માંડવાનું ગીત ગાવા ની સ્પર્ધા હતી. તમામ સમાજના લગ્ન ગીતો એક જ મંડપ નીચે ગવાયા નો સમગ્ર કચ્છમાં કદાચ પહેલો પ્રસંગ હશે જે સામાજિક સૌહાર્દ ની સાક્ષી પૂરે છે.ભરત કામ માટે રબારી, દલિત,નોડે અને આહીર પરીવાર ના બહેનોએ પોતાની આગવી શૈલીમાં ભરતકામ કરી પોતાની કલા પ્રદર્શીત કરી. ભરતકામ ના આરખણા માટે એકમાત્ર બહેન વેજીબેન કેરાસીયા આરખણા માટે વપરાતા કુદરતી સંસાધનોનો ઉપયોગ વિગતવાર સમજાવ્યું હતું. આ ઉપરાંત સતોડિયું,ઢબા, લીંબુચમચી જેવી રમતો રમવામાં આવી જેમાં ૧૮૦ જેટલી બહેનોએ ભાગ લીધો. સામાન્ય રીતે ભાઈઓ રમતો રમતા હોય ત્યારે બહેનો માટે રમતોનું આયોજન પંચાયત દ્વારા થયુ ત્યારે બહેનો માટે ઉત્સવનો માહોલ હતો. થોડા સમય પહેલા કુનરીયા પંચાયતે સેતુ અભિયાન અનેસેન્ટરફોર હેરિટેજ મેનેજમેન્ટ ખયાલ જેવી સંસ્થાઓના સહયોગથી પારંપરિક અને સાંસ્કૃતિક વારસાનું દસ્તાવેજીકરણ કરવાનું નક્કી કર્યું. આ પ્રક્રિયામાંથી પસાર થતા પંચાયતના ધ્યાનમાં આવ્યું પરંપરા અને વારસાની બાબતોમાં વિરસતી વિરાસતો ને બચાવવા આવી સ્પર્ધાનું આયોજન કરવાનું નક્કી કર્યું જેમાં સેતુમાથી ધવલ આહીર અને ભાવેશભાઈ, ખયાલ સંસ્થાના પ્રતિનિધિઓ, છાયાબેન અને અન્ય સ્વયં સેવકો જોડાયા હતા. ગામના સરપંચ સુરેશ છાંગા એ સૌનો આભાર માન્યો હતો.

Comments
Post a Comment