કોરોના જેવી વિપરીત પરીસ્થિતી બાદ કુનરીયા મા શિક્ષણ માટે નવી શિક્ષણ પ્રણાલીકા નો ઉપયોગ કરી બાળકો ને શિક્ષણ અપાઇ રહ્યુ છે
છેલ્લા દોઢેક વર્ષ થી સમગ્ર દેશ ના શિક્ષણ ચિંતકો કોરોના ના પડકાર સામે વ્યક્તિગત પ્રયત્નો થી નવા શિક્ષણ ના મોડેલ માટે જઝુમી રહ્યા છે અમે પણ આ દિશા મા સતત પ્રયત્નો કરી રહ્યા છીયે
બાળકોને વ્યવહાર કુશળ બનાવવા ઉપરાંત અન્ય કૌશલ્યો વિકસે એ માટે સમુદાય નો સહયોગ લઇ બાળકોના સમય નો સદ્ઉપયોગ કરી રહ્યા છીયે
પારસ્પરીક શિક્ષણકાર્ય થી મોટા બાળકો એમના થી નાના બાળકોને અશરકારક રીતે શીખવાડે એવા પ્રયત્નો પણ કરી રહયા છીયે
શિક્ષકો આવી પડેલ આપતી મા વર્ગ ખંડ બહાર જઇ વિવિધ મહોલ્લા મા જઇ શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે નેક્ષટ જેન મોડેલ ને ધ્યાન મા રાખી કમ્પ્યુટર પ્રોજેક્ટર અને આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ નો વિધ્યાર્થીઓને પરીચય થાય તેનો ઉપયોગ કરે એવી વ્યવસ્થા પંચાયત દ્વારા કરવા મા આવી છે શિક્ષણ કાર્ય મા માત્ર શિક્ષકોજ નહી ગામ ના શિક્ષિત યુવાનો , બાળકોના વાલીઓ પણ જોડાઇ શાળા સાથે અનૂબંધ સ્થાપિત કરી રહ્યા છે આ બ્લોગ લખતી વખતે હુ ( સુરેશ છાંગા ) ગામ ના બાળકોને અભ્યાસ કરાવી રહ્યો છુ મે નિશ્ચય કર્યો છે હુ શનીવાર ગામના બાળકોના શિક્ષણમાટે અનામત રાખીશ.
Comments
Post a Comment