બાલિકા પંચાયત ની રચના બાદ કામગીરી પણ શરૂ કરી આજ રોજ તારીખ ૨૭/૦૭/૨૧ ના કુનરીયા જૂથ ગ્રામ પંચાયત ના માર્ગદર્શન હેઠળ બાલિકા પંચાયતે કુનરીયા આંગણવાડી નં. ૧ મા પોષણ દિવસ ની ઉજવણી કરી સમાવિષ્ટ કિશોરીઓ ની શાકભાજી અને ફળ ની ડિશ સુશોભન સ્પર્ધા રાખવા મા આવી હતી જેમા ૧૫ જેટલી કિશોરી ઓએ હર્ષભેર ભાગ લીધો હતો જૂલાઇ માસ મા ઉપલબ્ધ શાકભાજી અને ફળો ની ડિશ મા સજાવટ કરી ફળો અને શાકભાજી ખાવા થી શુ ફાયદા થશે એનુ વર્ણન કર્યુ હતુ સ્પર્ધાત્મક યુગ મા સ્વાસ્થય સબંધીત જાગૃતી આવે અને પોતાની જાત ને સ્વસ્થ બનાવે એ માટે આ પ્રયોગ લાંબા ગાળે ખુબ ઉપયોગી થશે.
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
આ સ્પર્ધા મા રીયા રણછોડભાઇ કેરાસીયા ને પ્રથમ અને આનંદી અરૂણ ભાઇ છાંગા ને બીજો ક્રમ મળ્યો બાલિકા પંચાયત ના સરંપચ ભારતી ગરવા આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહી તમામ ભાગ લેનાર ને પ્રોત્સાહન આપ્યુ હતુ આંગણવાડી કાર્યકર ગીતાબેન વારોત્રા નો તમામ કિશોરીઓને માર્ગદર્શન મળ્યુ હતુ કિશોરીઓમા રહેલા કુપોષણ ના પ્રમાણ ને દૂર કરવા નાના નાના પણ અગત્ય ના પગલા લેવા પડશે અંતે તમામ કિશોરીઓ આ સ્વાદિષ્ટ ફળ ની ડિશો આરોગી આનંદ વ્યક્ત કર્યો હતો.
Comments
Post a Comment