Skip to main content

મહિલા સરપંચના પ્રગતિશીલ વિચારો થકી કુનરીયા જેવા છેવાડાના નાનકડા ગામની મહિલાઓ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, રોજગાર સહિતના ક્ષેત્રે અવ્વલ બની


 સાફલ્ય ગાથા

કુનરીયા ગામની નવતર પહેલ : પંચાયત અને શાસનવ્યવસ્થામાં સ્ત્રીઓની ભાગીદારી વધારવા દર ૧૫ દિવસે મળતી ગામની મહિલાઓની બેઠક

૦૦૦૦


રાજયકક્ષાના નારી કર્મયોગી દિવસની ઉજવણી નિમિત્તે ભુજ ખાતે શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચ રશ્મિબેન છાંગાનું સન્માન કરાયું

૦૦૦૦

ભુજ, શનિવાર:

ભુજ તાલુકાનું ૩૫૦૦ની વસતી ધરાવતું કુનરીયા ગામ વર્તમાન મહિલા સરપંચની સુઝબુઝ, ધગશભર્યા વિકાસકામો અને પ્રગતીશીલ નિર્ણયો થકી જિલ્લા નહીં પરંતુ રાજયસ્તરે પ્રખ્યાત થયું છે. મહિલા સરપંચ રશ્મિબેન છાંગાએ ધો.૯ સુધીનું શિક્ષણ મેળવ્યું છે પરંતુ તેમના વિચારો અને પ્રગતિશીલ નિર્ણયો થકી કુનરીયા ગામની કાયાપલટ થઈ ગઈ છે. ખાસ કરીને મહિલા સશક્તિકરણને ખરા અર્થમાં વેગ મળ્યો છે. તેમની શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઇને તાજેતરમાં સરકાર દ્વારા "નારી વંદના ઉત્સવ" અંતર્ગત ભુજ ખાતે રાજ્યકક્ષાની મહિલા કર્મયોગી દિવસની ઉજવણીમાં તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

નારીને જો ઉડવા માટે મોકળું આકાશ અને પરીવારનો સાથ મળે તો તે પોતાનું ઘર જ નહીં પરંતુ ગામની શાસન વ્યવસ્થા પણ સુચારૂ રીતે સંભાળી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ નાનકડા ગામ એવા કુનરીયાના સરપંચ રશ્મિબેન છાંગા છે. તેઓ દરેક ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. એક મહિલા હોવાના નાતે મહિલાઓની પીડા અને સમસ્યાઓને તેઓ સારી રીતે સમજતા હોવાથી તેઓએ પંચાયતના વહીવટ અને શાસન વ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી વધારવા ગામમાં અલાયદો મહિલા સભાખંડ બનાવ્યો છે. જેમાં દર ૧૫ દિવસે ગામની તમામ મહિલાઓ સાથે બેઠક યોજવામાં આવે છે. જયાં મહિલાઓ પોતાની તમામ પ્રકારની તથા શાસન-વહીવટને લગતી સમસ્યાઓ રજૂ કરવા સાથે અન્ય પ્રકારની મુશ્કેલીઓ પણ રજૂ કરે છે. જેના ઉકેલ માટે પંચાયત અને પદાધિકારીઓ સક્રિય કામગીરી કરે છે. આ ઉપરાંત મહિલાઓ અને કિશોરીઓમાં માસિકના સંદર્ભમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તથા મહિલાઓ કપડાના સ્થાને સેનીટરી પેડનો ઉપયોગ કરતી થાય તે માટે પંચાયત તરફથી મફતમાં સેનીટરી પેડનું વિતરણ કરવામાં આવે છે. 

આ અંગે રશ્મિબેન છાંગાએ જણાવ્યું હતું કે, ગામની મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે પરંતુ તેઓમાં કંઇક ને કંઇક આવડત હોવાથી તેઓનું કૌશલ્ય ખીલે અને તેઓ પગભર થઈ શકે તે માટે પંચાયત દ્વારા વિવિધ કલાસ ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં બ્યુટીપાર્લર, સિવણ, ભરતગુંથણ  સહિતની તાલીમ આપવામાં આવે છે. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે ગામની દરેક મિટીંગ, આંગણવાડીકક્ષાએ ચાલતી બેઠકો અને ઉજવણીમાં માહિતી- માર્ગદર્શન આપવામાં આવે છે. માતા અને ધાત્રી માતાઓના આરોગ્ય માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. 

આ ઉપરાંત કિશોરીઓ શાસનવ્યવસ્થામાં રસ લેતી થાય તે માટે બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. જેના માધ્યમથી કિશોરીઓની સમસ્યા અને અવાજ પંચાયત સુધી પહોંચે છે.  બાળકીઓ શિક્ષણ લેતી થાય તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે શાળામાં હાજરી અંગે ઘરો ઘર મોનીટરીંગ કરવામાં આવે છે. આ માટે મહોલ્લા વાઇસ મહિલા સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવી છે. જેઓ શાળામાં દરેક બાળકની નિયમિત હાજરીનું ધ્યાન રાખે છે અને કોઇપણ બાળક ગેરહાજર હોય તો તેનું કારણ જાણીને પંચાયતને અવગત કરે છે. આમ, આ પગલા થકી બાળકીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી શકાયો છે તેમજ વાલીઓમાં પણ સ્ત્રી શિક્ષણ અંગે જાગૃતિ આવી છે. ઉપરાંત શાળામાં બાળકો નિયમિત હાજર રહે છે.

તેઓ ઉમેરે છે કે, ગામની પ્રાથમિક જરૂરિયાતના તમામ વિકાસકામોમાં પંચાયત મોખરે છે. ગામના લોકો પર્યાવરણ અંગે પણ જાગૃત થયા છે. જેના પરીણામ સ્વરૂપ તાજેતરમાં ૮૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ, ગામ વિકાસમાં જેટલો ફાળો પુરૂષોનો હોય છે તેટલો ફાળો કુનરીયાની મહિલાઓ આપી રહી છે. ઘર નહીં પરંતુ સમાજ અને ગામવિકાસની દિશામાં અહીંની મહિલાઓ અગ્રેસર બની છે. તેઓએ મહિલા સશક્તિકરણ માટે ચિંતિત સરકાર તથા તેમને મળેલા સન્માન બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો હતો.


Comments

Popular posts from this blog

Farmer Training Program on Integrated Fertiliser Management Held at Kunariya Village

. A significant Farmer Training Program was organized at Kunariya village in Bhuj Taluka under the “Integrated fertilizer Management Awareness Campaign.” The program witnessed active participation from a large number of local farmers who gathered to gain knowledge about scientific farming practices and the proper use of fertiliser's During the training session, agricultural experts delivered detailed guidance on several important topics aimed at improving soil health, reducing farming costs, and promoting sustainable agriculture. The key topics covered during the program included: ✔️ Balanced Use of Fertilizers   Farmers were educated on the importance of balanced fertilizer application to maintain soil fertility and improve crop productivity. ✔️ Alternatives to Urea and DAP   Experts explained various effective alternatives to Urea and DAP fertilizers, helping farmers understand cost-effective and environmentally friendly options. ✔️ Krushi Pragati App – Benefits and Usage ...

કુનરિયા પ્રાથમિક શાળા મા વાર્ષિકોત્સવ ઉજવાયો 8 માર્ચ 2019

કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના  બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી  ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...

કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village

વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ  દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી  કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે  બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિ...