સામાન્ય રીતે શાળાઓમાં વેકેશન બાદ બે ચાર દિવસ તો જાણે રજાઓ જ હોય એવો માહોલ હોય એવો માહોલ હોય લગભગ 50 ટકા વિદ્યાર્થીઓ આવે સફાઈ થાય રમત-ગમત અને છુટા પડે પણ કુનરીયા પંચાયતના પ્રયત્નોથી બાળક પહેલા દિવસે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે એ માટે 3 તારીખની ગ્રામ સભામાં નિર્ણય લેવાયો અને તમામ વાલીઓને આની જાણ થઈ આ ઉપરાંત જાહેર સ્થળો અને દુકાનોમાં પોસ્ટર લગાવાયા ઉપરાંત પહેલા ધોરણ માં આવનાર વિદ્યાર્થીઓ માં ઉત્સાહ આવે એટલે તારીખ 8 ના રોજ વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી ઉપરાંત એટેન્ડસ ચેમ્પિયન દ્વારા તમામ વાલીઓને જાણ કરાઈ અને ગામની ગૃહિણીઓ એ શાળાની સફાઈ કરી બાળકોને ઉત્તમ વાતાવરણ પૂરું પાડવા સહયોગ આપ્યો શાળાના આચાર્ય શ્રીમતી મીતાબેન વેકેશન ખુલવાના આગળના દિવસે ઉપસ્થિત રહી ગામની બહેનો સાથે પોતે પણ સફાઇમાં જોડાયા ભાગ્યે જ આવા દ્રશ્યો સર્જાતા હોય કે સરકારી કર્મચારી પણ આ રીતે જોડાય લોકભાગીદારી અને જનસમર્થન થી તમામ વિભાગોમાં સારા પરિણામો લાવી શકાય એ રીતે શિક્ષણમાં પણ સારા પરિણામો લાવવા પંચાયત કટિબદ્ધ છે
આ સમગ્ર પ્રવૃત્તિઓ મા રીચ ટુ ટીચ(અભિયાન) ના પ્રતિનિધિઓ માર્ગદર્શન અને અને સહકાર મળયો
આ સમગ્ર પ્રવૃત્તિઓ મા રીચ ટુ ટીચ(અભિયાન) ના પ્રતિનિધિઓ માર્ગદર્શન અને અને સહકાર મળયો
Sureshbhai and Team, You all are doing amazing Job. I wish you all that in coming days Kunariya village would be announce as a Smart Village....
ReplyDeleteBest Wishes