ગત તારીખ ૪/૧૨/૨૦૨૦ ના રોજ કુનરીયા માં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પંચાયત દ્વારા કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું.
પંચાયતોની ૧૧ મી અનુસૂચિ હેઠળ ૨૯ વિષયો પૈકી મહિલા અને બાળ વિકાસ નો વિષય સોંપવામાં આવ્યો છે. આ વિષય હેઠળ પંચાયતના આયોજન બજેટ અને અમલીકરણ બાળકોની ભાગીદારી આવે એ અપેક્ષિત છે. કુનરીયા પંચાયત ગયા વર્ષે બાળ કેન્દ્રિત કરેલી કામગીરીનો પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. નક્કી કર્યા મુજબ દીકરીના જન્મના વધામણા કરવામાં આવ્યા પંચાયત એ નવી પહેલ કરી છે દીકરી ના જન્મ થતા પંચાયત ૧ કિલો મગ, ૫૦૦ ગ્રામ ગોળ, ૨૫૦ ગ્રામ ખજુર દીકરીની કપડાની જોડી ની કીટ બનાવી આપવાનું નક્કી કર્યું આ મહિનામાં બે દિકરીના જન્મ થતા બે કીટ વધામણા પેટે આપવામાં આવી.પંચાયત દ્વારા બાલિકા મંચની રચના કરવામાં આવી જેમાં 15 દીકરીઓ કિશોરીઓ નિયમિત મિટિંગ કરશે અને ચર્ચાયેલા પ્રશ્નો પંચાયતને જણાવશે આવા પ્રશ્નો પંચાયતે પોતાની ગ્રામસભાના એજન્ડા તરીકે સ્વીકારવા પડશે અને એના પર ઉપચારાત્મક કામ કરવાનું થશે કિશોરીઓના શિક્ષણ આરોગ્ય સુરક્ષા બાળમજૂરી બાળ લગ્ન બાળ હિંસા જેવા પ્રશ્નો ચર્ચા અને ચિંતા કરશે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પોષણ સંબંધિત વિવિધ કેન્દ્ર સરકારની યોજનાઓના સોશિયલ ઓડીટ માં સક્રિય રીતે ભાગ લેશે બાલિકા મંચની રચના બાદ કિશોરીઓ સાપસીડીની રમત રમાડવામાં આવી હતી જેમાં કિશોરીઓને જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ દરમિયાન આવતી મુશ્કેલી આ રમત દરમિયાન જણાવવામાં આવી ઉચ્ચ શિક્ષણ મેળવવું માસિક ધર્મ દરમિયાન રાખવાની કાળજી આ રમત દરમિયાન સરળતાથી સમજાવવામાં આવી હતી.કાર્યક્રમના અંતિમ ચરણમાં બેટી બચાવો બેટી ભણાવો અંગે તમામ દ્વારા શપથ લેવામાં આવેલ અને અંતમાં બેટી બચાવો બેટી ભણાવો યોજના અંતર્ગત નિયત થયેલ સૂચકાંક મુજબ જાગૃકતા લાવવાના આશય સાથે હકારાત્મક તેમજ નકારાત્મક બાબતોની અસરો દર્શાવતી સાપ સીડીની રમત રમાડીને કિશોરીઓને માહિતગાર કરવામાં આવેલ
આ પ્રસંગે જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી એ.પી રોહડીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ ડોરીયા, મહિલા અને બાળ વિકાસ વિભાગ માંથી મહિલા વિકાસ અધિકારી ચેતનભાઇ લોરીયા શેજા ના સુપરવાઇઝર મેઘાબેન મહેતા, CRY સંસ્થામાંથી પ્રેમભાઈ બલિયા સેતુ અભિયાન માંથી ધવલ ભાઈ આહીર KMVS માંથી જાગૃતીબેન ગઢવી, ૮૦ જેટલી કિશોરીઓ ઉપરાંત આશાવર્કર બહેનો આંગણવાડી ના કાર્યકરો હાજર રહ્યા હતા. સરપંચ સુરેશ છાંગા એ સૌ મહેમાનોને આવકાર્યા હતા સંચાલન ભારતી ગરવા એ કર્યું હતું. ભુરાભાઈ આહીર કૈલાશ ચાડ છાયાબેન આહીર આંગણવાડી કાર્યકર્તાઓ એ વ્યવસ્થા સંભાળી હતી.
Comments
Post a Comment