વડાપ્રધાન નરેન્દ્રભાઇ ના જન્મ દિવસ નિમિતે કુનરીયા મા ૭૨ જેટલા વૃક્ષોનુ વાવેતર કરી તેમને ઉછેરવા સંકલ્પ કરાયો
નરેન્દ્રભાઇ ના જન્મ દિવસે કુનરીયા મા ૭૨ જેટલા વૃક્ષો ને રોડ ની સાઇડ મા રોપી ટ્રી ગાર્ડ થી સુરક્ષિત કરવા મા આવ્યા આ ઉપરાંત શાળા મા પર્યાવરણ અને પુનઃ પ્રાપ્ય ઉર્જા સબંધીત વિષય ની સમજ વિધ્યાર્થી મા કેળવાય એ હેતુ થી વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવા મા આવ્યુ આ સ્પર્ધા મા વિજેતા ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા મા આવ્યા હતા કાર્યક્રમ મા આઇ સી આઇ સી આઇ ફાઉન્ડેશન નો સહયોગ મળયો હતો ફાઉન્ડેશન ના પ્રોજેકટ મેનેજર અશ્વિન ભાઇ જોષી એ પરંપરાગત શ્રોતો ની સામે પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉપરાંત પાણી ના બચાવ ની વાત કરી લોકો ને માહિતગાર કર્યા ગામ ના ઉપ સરપંચ સુરેશ છાંગા એ સૌને આવકાર્યા હતા આ તકે સંસ્થા મા થી સાજીદ ચાકી હેતલબેન ખેર હરી શેખવા અને સાગર પરમાર ઉપસ્થિત રહ્યા હતા કુદરતી સંસાધનોના વિવેક પુર્ણ ઉપયોગ ના સંકલ્પ લેવામા આવ્યો કાર્યક્રમ નો સંચાલન નેહા પટેલે કર્યુ હતુ અંતે આભાર વિધી પ્રિન્સિપાલ જયેશ પટેલે કરી હતી
Comments
Post a Comment