કુનરીયા ની પાંચે પાંચ કલા ભરતકામ,કોપર બેલ, વણાટ, ચર્મઉદ્યોગ અને એમ્બ્રોએડરી ને વધુ પ્રોત્સાહન આપવા મહેનત કરાશે.
ભારત સરકારના કાપડ ઉદ્યોગ મંત્રાલયના હેન્ડીક્રાફ્ટ વિભાગ દ્વારા કુનરીયા ગામે હસ્તકલા જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રવિવીર ચૌધરી DRDA માંથી APO પાર્થ ભાઈ BOB માંથી ચંદુભાઈ વિભાગના બચ્ચાલાલ યાદવ શેખર શર્મા અને મનોજભાઈ કુંડુ હાજર રહ્યા હતા
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હસ્તકલાના કારીગરોની ઓળખ ઉભી કરવા એમની કલા ને પોષણક્ષમ રોજગારી મળે એ માટે માર્કેટ અને કલાનું મૂલ્યવર્ધન થાય એવા હેતુથી શ્રી ચૌધરીએ ગામના કારીગરો સામે વાત કરી પ્રાસંગિક માં કલાને ટકાવવા માટે આ કલા વધુ લોકો સુધી પહોંચ ધરાવે એવા પ્રયત્નો વિભાગ પંચાયત અને અન્ય વિભાગોના હોવા જોઈએ એવી વાત કરી મેળા અને વિવિધ પ્રદર્શનોમાં કુનરીયા ના કારીગરો ને પોતાની કલાનું પ્રદર્શન કરવા આહવાન કરાયું આવા કારીગરોને પૂરતો પ્લેટફોર્મ આપવા નો વચન અપાયું ગ્રામ પંચાયત વિકાસ આયોજન માં કારીગરો માટેની વ્યવસ્થા કરવામાં આવી હોય ત્યારે આ વિભાગે પણ આ બાબતને બિરદાવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માંથી પાર્થ ભાઈ એ પોતાની વાતમાં સખી મંડળની નોંધણી અને બચત કર્યા બાદ વિવિધ તાલીમો અને ઉદ્યોગસાહસિકતા પર ભાર મૂક્યો BOB ની બેંકની વીમા અને પેન્શન યોજના વિશે વાત કરાઈ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ એ આભાર વ્યક્ત કરતા મહિલા કારીગરો માટે આગામી દિવસોમાં કાર્ડ બનાવી વિવિધ મેળા પ્રદર્શનોમાં બહેનો ને ભાગ લેવા પર ભાર મૂક્યો. સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસના માપદંડમાં પાંચમા લક્ષ્યાંક પર જાતીય સમાનતા માટે બહેનોની આર્થિક સદ્ધરતા પર ભાર મૂક્યો .
Comments
Post a Comment