Skip to main content

સતત વારસાદ ના કારણે પાકમાં આવતી લશ્કરી ઈયળ ના નિયંત્રણ માટે કુનરીયા ના ખેડુતોને માર્ગદર્શન અપાયુ.







તારીખ 27 9 2019 ના રોજ કુનરીયા ગામે ખેડૂતોને પાકમાં આવતા રોગો વિશે માહિતી બાદ માર્ગદર્શન અપાયું.
            છેલ્લા એકાદ મહિનાથી વરસાદ સતત વરસી રહ્યો છે અથવા વાદળછાયું વાતાવરણ રહ્યું એકધારો સૂર્યપ્રકાશ કે તડકો જોવા મળ્યો નહીં એના કારણે એરંડા અને કપાસના પાકમાં આવતી ઈયળોને સાનુકૂળ વાતાવરણ મળ્યું અને લશ્કરી ઈયળો એ પાક પર હુમલો કર્યો આવિ ઈયળો થી બચવા અને વધારાના ખોટા ખર્ચ ના કરવા પડે એ હેતુ થી કુનરીયા ગામમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના રોગ નિષ્ણાંત ડો અરવિંદે ખેડૂતોને માહિતી આપી. ડોક્ટર અરવિંદ એ પોતાની વાતમાં પાક ફેરબદલી અને અગાઉથી માવજતની ભલામણ કરી ખેડૂતોને મુજવતી બાબતોના જવાબો આપ્યા. ઉપરાંત આગામી દિવસોમાં ઘઉં અને રાયડાના વાવેતરમાં બિયારણની પસંદગી વાવેતર માટેનો અનુકુળ સમય જમીન ને ધ્યાનમાં રાખી બિયારણની જાત વગેરે બાબતો પર ઉડાંણ પૂર્વક માહિતી આપી.
          ACT સંસ્થાના ડાયરેક્ટર શ્રી યોગેશભાઈ જાડેજા એ S.R.I. પદ્ધતિથી ઘઉં વાવી વધારે ઉત્પાદન લેવા આહવાન કરાયું આગામી સિઝન 15 ઓક્ટોબર થી 14 નવેમ્બર દરમિયાન ખેડૂતો આ નવી પદ્ધતિથી ઘઉંનું વાવેતર કરશે આ માટે મધ્યપ્રદેશથી નિષ્ણાંત લોકો માર્ગદર્શન આપવા આવવાની જાહેરાત કરાઈ અનાજ ઉત્પાદન પર ગામ સ્વનિર્ભર બને એ માટે ખેડૂતોને એવા ઉત્પાદન લેવા આહ્વાન કરાયું. તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એટલા એકર માં ધાન્ય પાકોનું વાવેતર કરવા પ્રોત્સાહિત કરાયા. ખાસ પાણીની ભૂગર્ભજળની નિર્ભરતા ને ધ્યાન રાખી ઓછા પાણીથી થતા પાક લેવા અને માઇક્રો સિંચાઈ પદ્ધતિ અપનાવવાની વાત કરી. કુદરતી સંસાધનોનો જવાબદારીપૂર્વક નો વપરાશ અને ઓછા સંસાધનો પૂરતું ઉત્પાદન કઈ રીતે લઈ શકાય એવી પદ્ધતિઓ શીખવાડવા ખેડૂતોને આહ્વાન કરાયું.
           આ તકે ICICI ફાઉન્ડેશનના ટીમ લીડર સોયબ ખાન ઉપસ્થિત રહ્યા હતા સરપંચ સુરેશ છાંગાએ પધારેલા અને વિષય નિષ્ણાંતો નો આભાર માન્યો હતો.

Comments