સામાન્ય રીતે ખેતી વ્યવસાયને પરંપરાગત સ્વરૂપે પેઢી દર પેઢી ખેડૂતોએ સ્વીકાર્યો કેન્દ્ર સરકાર ના સંશોધન કેન્દ્રો માં ખેતી વિષયક ઘણા સંશોધનો થયા પણ મોટાભાગે કેન્દ્ર પૂરતા મર્યાદિત રહ્યા. KVK ખેડૂતો સુધી ન પહોંચ્યા અને ખેડૂતો KVK સુધી ના પહોંચ્યા કુનરીયા પંચાયતે 35 ખેડૂતોને આઇ.સી.આઇ.સી.આઇ. ફાઉન્ડેશનના સહયોગથી તાલીમ આપવાનું શરૂ કર્યું છે. આગામી શિયાળુ પાક પહેલા શું તૈયારી કરવી કચ્છની આબોહવા ને ધ્યાનમાં રાખી કયા પાક લેવા જમીનનો નમૂનો લેતી વખતે શું કાળજી રાખવી કઠોળ ધાન્ય કે ઘાસચારા માટેની નવી જાતો ની ભલામણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર જઈ અને ખેડૂતો આવી ઊંડાણપૂર્વકની માહિતી મેળવે એવું કુનરીયા પંચાયતે આયોજન કર્યું.
Comments
Post a Comment