તારીખ 17 સપ્ટેમ્બર 2020 માન. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણી કરાઇ ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે બાળકો પોતાના શિક્ષકો પાસેથી ઓનલાઇન શિક્ષણ મેળવી શકે એ માટે કુનરીયા પ્રાઇમરી સ્કૂલ નામની યુટ્યુબ ચેનલનો લોકાર્પણ કરવામાં આવ્યું વિવિધ માધ્યમોથી બાળકો શિક્ષણ લઇ રહ્યા છે ત્યારે પરિચિત શિક્ષકો એ તૈયાર કરેલ વીડિયો બાળકોને સરળતાથી સમજાઈ જાય એવા આશય સાથે 35 વિડીયો સાથે વિદ્યાર્થી હિતમાં આ ચેનલ ખુલ્લી મુકવામાં આવી 9 શિક્ષકો અને ૨ સ્વંમ સેવકોના પ્રયાસથી આ ચેનલ બનાવાઈ છે આ લોન્ચિંગ કાર્યક્રમમાં ગામના સરપંચ સુરેશ છાંગા એ સૌને આવકાર્યા હતા.
શાળાના આચાર્ય શ્રી જયેશભાઇ પટેલે પોતાના વિડીયો બનાવવાના અનુભવની વાત કરી નવ શિક્ષકો ૧.ગોપાલભાઈ કુંભાણી ૨. દિપ્તીબેન ચૌધરી ૩. ફાલ્ગુની બેન પટેલ ૪. કેયુર ભાઈ કોટડીયા ૫. મીતાબેન પરમાર ૬. મનીષાબેન પટેલ ૭. પ્રતિમાબેન ખોખર ૮. ઇરફાન મુલતાની ૯. જયેશભાઈ પટેલનો સન્માન મુખ્ય મહેમાન નીમાબેન આચાર્ય દ્વારા સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના અધ્યક્ષ અને ભુજ ધારાસભ્ય બાલ કેન્દ્રીત પ્રવૃત્તિને બિરદાવી અન્ય શાળાઓ પણ પ્રેરણા લે એ માટે અપીલ કરી આગામી વિધાનસભામાં આ બાબતે વીધાનસભા મા ધ્યાન દોરવા ની ખાતરી પણ આપી છેવાડાના લોકો આફત સમયે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી કોરોના ને મહાત કરવા જજુમી રહ્યા છે ત્યારે કાળજી રાખવા ભલામણ પણ કરી જુલાઈ ઓગસ્ટ નો હોમ લર્નિંગ નો રિપોર્ટ ગામલોકો સામે મૂકવામાં આવ્યું ઓનલાઈન પ્લેટફોર્મ થી વધુ બાળકો સુધી પહોંચવા શાળાના તમામ શિક્ષકોએ કટિબદ્ધતા દાખવી તાલુકા વિકાસ અધિકારી અને િશક્ષણાઘીકારી એ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી
કાર્યક્રમનું સંચાલન સેતુ અભિયાનના ધવલ આહિરે સંભાળ્યું હતું. આભારવિધિ ભુરાભાઈ કેરાસીયા કરી હતી ભારતી ગરવા કૈલાશ આહીર નિતેશ ડાંગર વ્યવસ્થામાં માં જોડાયા હતા.મંતવ્ય ન્યૂઝ
Comments
Post a Comment