Skip to main content

Posts

Showing posts from November, 2019

સતત પાંચ દિવસ ચાલનારા શાળા આરોગ્ય કાર્યક્રમ નુ કુનરીયા મા ઉદ્ઘાટન કરવામાં આવ્યો

તારીખ 25/ 11/ 2019 ના રોજ કુનરીયા કન્યાશાળામાં શાળા આરોગ્ય કાર્યક્રમ ના ઉદ્ઘાટન પ્રસંગે ગામના સરપંચ સુરેશ છાંગા,RBSKમેડિકલ ઓફિસર ડો ખુશ્બુ ભાનુશાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સ્ટાફ ગ્રામ પંચાયતના પ્રતિનિધિ અને ગ્રામજનો જોડાયા હતા.  સૌપ્રથમ આગેવાનો દ્વારા દિપ પ્રગટાવવા માં આવ્યું બાદ મા કાર્યક્રમની રૂપરેખા અને ઉજવણીનો ઉદ્દેશ્ય ડો ભાનુશાલીએ જણાવ્યું હતું તંદુરસ્ત અને આરોગ્યપ્રદ જીવન જીવવા નિયમિતતા અને આહારની આદતો પર ધ્યાન આપવાની ભલામણ કરી હતી. સુનિલભાઈ ઠક્કર દ્વારા મચ્છર જન્ય બીમારી અને એનાથી બચવા શું કરવું જોઈએ એની વાત કરાઈ મચ્છર નું જીવનચક્ર સમજાવતા મચ્છર ન થાય એ માટે કેવી કાળજી લેવી જોઇએ એની ભલામણ કરી હતી  ગામના સરપંચે  આદર્શ જીવન જીવવા માટે નિયમિત વ્યાયામ અને શારીરિક શ્રમ કરવા પર ભાર મૂક્યો હતો ખાસ કરીને બિન ચેપી રોગોથી બચવા માટે યોગ અને ઘરેલુ ઉપચાર તરફ વળવા સલાહ આપી હતી.  કાર્યક્રમમાં બાળકોને હાથ ધોવાની આદત વિષે પ્રેક્ટીકલ સમજાવવામાં આવ્યું પોરા નુ પ્રત્યક્ષ નિદર્શન કરાયું જેથી મચ્છર પહેલાની અવસ્થાને ઓળખી એનાથી બચી શકાય કાર્યક્રમનું સંચાલન મેહુલ ભાઈ એ કર્યું હતું ...