Skip to main content

Posts

Showing posts from February, 2021

શ્યામ મેડી કેર હોસ્પીટલ દ્વારા કુનરીયા મા સગર્ભા બહેનો ની તપાસ કરવામાં આવી.

તારીખ 8 ફેબ્રુઆરી ના રોજ કુનરીયા ગામ મા 25 નોધયેલા સગર્ભા બહેનો ની તપાસ કરવા મા આવી આ તપાસ મા બ્લડપ્રેશર,બ્લડગ્રુપ,આયન વિટામિન સબંધિત વિષય પર વાત કરવા મા આવી બહેનો ને સંસ્થાકીય પ્રસુતિ બાબતે જાણકારી અપાઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર ની યોજનાઓ આયુષ્યમાન ભારત ચિરંજીવી યોજના મારફતે મફત સોનોગ્રાફી અંગે માહિતી આપવામા આવી બહેનો પોતાના આહાર વિહાર રહેણી કરણી મા જવાબદારી પુર્વક જરુરી બદલાવ કરે તો માતા અને બાળક ને જોખમો થી બચાવી શકાય  ઉપરાંત ગ્યા વર્ષ થી પંચાયતે શરૂ કરેલ અનોખી પરંપરા મુજબ ગત માસ મા જન્મ લેનાર બાળકી અને માતા ના તંદુરસ્ત જીવન માટે પૌસ્ટિક આહાર ની કિટ મગ ખજુર ગોળ સાથે બાલક ના કપડા ( પછેડા ) સ્વરુપે ચાર માતાઓ ને આપવામા આવ્યા કાર્યક્રમ ની શરુઆત મા ડો આકાશ ચીકણી અને મિતેશ આહિર નું સાલ ઓઢાડી સ્વાગત કરવા મા આવ્યુ ગામ ના સરપંચ સુરેશ છાંંગા સ્વાગત પ્રવચન મા સૌ ને આવકાર્યા હતા છાયા બેન કિંજલ બેન આશા વર્કર આંગણવાડી વર્કર હેલ્પર વગેરે એ વ્યવસ્થા સંભાળી હતી.