Skip to main content

Posts

Showing posts from March, 2021

તારીખ ૧૩ માર્ચ ૨૦૨૧ નાં રોજ કચ્છ મહિલા વિકાસ સંગઠન નાં માધ્યમ થી ભચાઉ તાલુકા ની ૬ પંચાયત નાં ૪૦ જેટલા પ્રતીનીધીઓએ કુનરિયા પંચાયત ની મુલાકાત લીધી

KM VS નાં પ્રયત્નોથી ભચાઉ તાલુકા ની   પંચાયતો માં મહત્વ ની ભૂમિકા ભજવતા ૪૦ લોકો પંચાયત ને મળેલી જવાબદારી ઓ અને અધિકારો થી અવગત થાય માત્ર   માળખાગત સુવિધા ઉપરાંત સામાજીક મુદ્દા ઓ પ્રત્યે જાગૃત થાય અને સમાજ માં પ્રસરેલા દુષણો કુરિવાજો દુર કરવા પણ આગળ આવે એ માટે કુનરિયા પંચાયત કરેલ કામગીરી થી અવગત કરાયા બહેનો આર્થીક પગભર થાય એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ની યોજના ઓ નો લાભ લોકો સુધી પહોચાડી સમાજના અંતિમ તબ્બકા નાં લોકો ની   સાશન માં ભાગીદારી લાવવા કરાયેલા પ્રયત્નો થી અવગત કરાયા શિક્ષણ આરોગ્ય પોષણ પશુપાલન ખેતી તમામ વિષય માં પંચાયત જે કામો કર્યા અને એના પરિણામે લોકો નાં જીવન ધોરણ માં બદલાવ આવ્યો એના અનુભવો ની વાત ગામ લોકોએ કરી પંચાયત દ્વારા કરવા માં વેલા કામોની મુલાકાત પણ લીધી આ પ્રસંગે KMVS માંથી અરુણાબેન દીનાબેન અને યોગેશભાઈ હાજર રહ્યા હતા