Skip to main content

Posts

Showing posts from March, 2023

કુનરીયા ના ૫૦ ખેડુતો વર્મિ કમ્પોસ્ટ નો ઉપયોગ કરી વૈજ્ઞાનીક ઢબે ખેતી કરશે

 આઇ.સી.આઇ.સી.આઇ ફાઉન્ડેશન ના સહયોગ થી કુનરીયા ના ૫૦ ખેડુતો ને વર્મિ કમ્પોષ્ટ બનાવવા પીટ તૈયાર કરી આપવા મા આવી છે આપીટ મા પશુઓનું છાંણ ખેતપેદાશ લિધા બાદ વધતો કચરો અને રસોડા માંથી વધતો જૈવિક કચરા ને આ પીટ મા નાંખવામા આવશે અળસીયા દ્વારા ૪૫ દિવસ મા કચરો ખાતરમા રૂપાંતરીત થશે જે વર્મિ કમ્પોષ્ટ ખાતર સ્વરૂપે હશે જે સ્વચ્છતા લાવવા પણ મદદ કરશે.  આ ખાતરના ઉપયોગ થી જમીનની ભૌતીક રાસાયણીક તેમજ જૈવિક ફળદૃપતા વધારી શકાય આખાતર નો ઉપયોગ કરવાથી જમીનમા વાયુ મિશ્રણ થાય છે છિદ્રાળુતા વધે છે સારા પાક ઉત્પાદન માટે જરુરી જમીનમા પીએચ વિદ્યુતવાહકતા અને કાર્બનીક પદાર્થોમા સુધારો થાય છે. આ કમ્પોષ્ટપીટ ના લાભાલાભ અને ઉપયોગીતા ની સમજ ઉભીથાય એ હેતુ થી આત્મા માંથી ડિ. એચ.ચૌધરી મદદનીશ ખેતી નિયામક તાલીમ કેન્દ્ર હાજર રહ્યા જેમણે ખેડુતો ને માર્ગદર્શન આપ્યુ હતુ ઉપરાંત આ પીટ મા ખાતર અને કચરો ભરવાની રીત અને આદર્શ પ્રમાણ શુ હોઇ શકે તે અંગે માહિતી આપી હતી આ તકે આઈ.સી.આઈ.સી.આઈ ફાઉન્ડેશન માથી હેતલબેન ખેર ઉપસ્થિત રહ્યા હતા.