ભચાઉ તાલુકા ની 14 અને ભુજ તાલુકા ની 14 પંચાયતોના સરપંચ અને પ્રતિનિધિઓએ ગત તારીખ 27/ 2 /2018 ના રોજ કુનરીયા પંચાયતની મુલાકાત લીધી આ બે વર્ષ દરમિયાન લોકભાગીદારીથી કરેલા કામો અને પબ્લિક એંગેજમેન્ટ માટે પંચાયતે કરેલાં નવીનતમ પ્રયોગો અંગેની માહિતી મેળવી. બે વર્ષમાં ૧૦૬ જેટલા જનજાગૃતિના કાર્યક્રમો થી ગામલોકોનો પંચાયત પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે અને ભારતીય બંધારણ ની અનુસૂચિ 11 મુજબ પંચાયતને સોંપવામાં આવેલા ૨૯ વિષયો માં યોજનાબદ્ધ કઈ રીતે કામ કરી શકાય તેની વિગતવાર માહિતી મેળવી. પંચાયતોએ અનુચ્છેદ 243g મુજબ સામાજિક ન્યાય અને આર્થિક વિકાસ માટે આયોજન કરવાનું થાય જેને આજે આપણે gpdp તરિકે ઓળખીએ છીએ આજે જી.પી.ડી.પી.ની પ્રક્રિયા અને આયોજન અંગેની માહિતી પ્રતિનિધિઓને પ્રેઝન્ટેશન ના માધ્યમથી ગામના સરપંચ સુરેશ છાંગાએ આપી ૨૧મી સદીના આધુનિક યુગમાં ઇલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી વધુ લોકોને વિકેન્દ્રિત પ્રકારની નિર્ણય પ્રક્રિયામાં કઈ રીતે જોડાય અને લોકોની જરૂરિયાતોને ઓળખી પૂર્ણ કરવા અને ગ્રામ સભા મજબૂત કરવા પંચાયત દ્વારા થયેલ પ્રયત્નો થી અવગત કરાયા બાળકોના શિક્ષણ માટે પંચાયતની દરમ્યાનગીરીથી જીવન લક્ષિ શિક્ષણ આપવાની પરંપરા માં બદલાવ આવ્યો છે આરોગ્ય ખેતી અને માળખાગત સુવિધા ઉપરાંત પંચાયતે લોકોની આજીવિકા માટે સરકારની વિવિધ યોજનાઓ અંતિમ તબક્કાના લાભાર્થી સુધી પહોંચે એવા પ્રયત્નો કર્યા છે આ તમામ પ્રયત્નોથી પ્રતિનિધિઓને માહિતગાર કરાયા સમગ્ર પ્રક્રિયામાં ગામલોકો અને સ્વેચ્છિક સંસ્થા સેતુ કે.એમ.વી.એસ. અને અભિયાન કઈ રીતે સહકાર આપે છે એની વાત કરવામાં આવી 28 પ્રતિનિધિઓની મુલાકાત પ્રેરક બની રહે એ માટે સેતુ અભિયાન અને ઉન્નતિના પ્રતિનિધિઓ ધવલ આહીર ભાવેશભાઈ રાજેન્દ્ર ભાઈ ખીમજીભાઈ અને અન્ય પ્રતિનિધિઓ જહેમત ઉઠાવી ગામના સ્વયંસેવકોએ પણ સહકાર આપી અને માહિતી પૂર્ણ રૂપથી મળે એ માટે મહેનત કરી હતી

Comments
Post a Comment