ગત તારીખ 22 ના રોજ કુનરીયા કુમાર પ્રાથમિક શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી જળસંકટ થી બચવા માટે પ્રાકૃતિક ઉપાય શું હોઇ શકે એ બાબતે વિદ્યાર્થીઓ પોતાના વિચારો અન્ય વિદ્યાર્થીઓ સામે મૂક્યા હતા જલ હૈ તો કલ હૈ જળ એજ જીવન save water save life જેવા નારા સાથે કુનરીયા ની શેરીઓ માં વિદ્યાર્થીઓએ નારાઓ ના ગુંજન સાથે રેલી કાઢી હતી શાળાના પ્રિન્સીપાલ અને અન્ય શિક્ષકો એ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા ના ઉપચારો સમજાવ્યાં કુનરીયા શાળાએ વૈશ્વિક સંકટ ના વિષય ઉપર પોતાનો ક્ષમતા મુજબ નો પ્રયાસ કર્યો જે અભિનંદન ને પાત્ર છે
કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...




Khub saras kary
ReplyDelete