રોજગારી સર્જન માં સતત બીજા વર્ષે કુનરીયા પંચાયતનો પ્રભાવી દેખાવ આપણે સૌ દુષ્કાળની વિકટ પરિસ્થિતિને સહન કરી રહ્યા છીએ ત્યારે ગ્રામ્યસ્તરે ઘણા લોકો પીવાના પાણી પશુ માટે ઘાસ અને રોજગારી માટે ઝઝૂમી રહ્યા છે ત્યારે લોકોને રોજગારી આપવી અને રાષ્ટ્રીય યોજના ની અસરકારક અમલવારી થાય અને એનાથી ઇચ્છનીય પરિણામ સુધી પહોંચવાનો પ્રયાસ કુનરીયા પંચાયતને કર્યો માત્ર એમ.જી.એન.આર.ઈ.જી.એ ના માધ્યમથી 549 કુટુંબને 37614 માનવ દિવસ કામ આપીને કુલ રૂપિયા 5995000 થી વધારે રકમ શ્રમિકોના ખાતામાં સીધા જમા કરાવી રોજગારી આપવાનો યશ કુનરીયા પંચાયતને મળે છે આ અર્થે જિલ્લા પંચાયત દ્વારા કુનરિયા પંચાયત નો બીજો ક્રમ સતત બીજા વર્ષે આવવાથી સન્માન પણ કરવામાં આવ્યું ટકાઉ વિકાસ સૂચકાંક માં સન્માન સાથે કામ અને આર્થિક વિકાસના આઠમા માપદંડને ધ્યાને રાખી પંચાયત નિરંતર પ્રયત્નશીલ છે અને જનકલ્યાણ ને ધ્યાનમાં રાખી સુશાસન નો નમૂનો રજૂ કર્યો છે
ગ્રામ પંચાયત વિસ્તાર માં લોક કલ્યાણની પ્રવૃત્તિ અને રાજ્ય અને કેન્દ્ર સરકાર નીયોજના ઓની અમલવારી કરી લોક ઉપયોગી કામો કરવા અને રાષ્ટ્ર નાં વિકાસ માં મહત્વ નું યોગદાન આપવું ૭૩ માં બંધારણીય સુધારા માં પંચાયતો ને મળેલી સતા અને ફરજો નું નિષ્ઠાપૂર્વક વહન કરવું અને અન્ય પંચાયતો નેઉપયોગી માહિતી પહોચાડવી