કુનરીયા પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને વિદાય સાથે શિક્ષણના બીજા સોપાનમાં પ્રસ્થાન કરવાની શુભેચ્છાઓ અપાઈ આતકે ગામના સરપંચ સુરેશ છાંંગા એસ એમ સી ના અધ્યક્ષા ગીતાબેન એસ એમ સી ના સભ્યો અને બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા
રાજ્ય અને કેન્દ્ર સરકાર જ્યારે કન્યા કેળવણી પર ભાર મૂકી રહી હોય ત્યારે કુનરિયા પંચાયત પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પ્રયત્નશીલ છે ગત વર્ષના શિક્ષણ સંદર્ભના 21 જેટલા જન જાગૃતિ કાર્યક્રમ સાથે બાળકેન્દ્રી પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરેલ છે આ પ્રયત્નોના પરિણામે ડ્રોપાઉટ દર 0 છે ગત વર્ષમાં 40594 જેટલી ડીશ મધ્યાહન ભોજનના ના માધ્યમથી બાળકો એ આરોગી દાતા ના માધ્યમથી વોટર કુલર પણ મુકાયા તરુણીઓને સેનેટરી નેપકીન પણ ઉપલબ્ધ કરાવાયા એસએમસી અને વાલી મીટીંગ થી સરકારી શાળામાં ખાનગી શાળા જેવું વાતાવરણ ઊભું કરી શકાયું બાળ કેન્દ્રિત પ્રવૃત્તિથી બાળકોને ક્ષમતાઓ વિકસાવવાના પ્રયત્નો ને બિરદાવાયા શિક્ષકોનો સન્માન કરવામાં આવ્યુ આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય જયેશ ભાઈ પટેલે પધારેલા તમામ નો સ્વાગત કર્યું સરપંચ સુરેશ છાંંગા એ પોતાના પ્રાસંગિક પ્રવચન મા સહિયારા પ્રયત્નોથી વધુ સારા પરિણામો લાવવાની કલ્પના વ્યક્ત કરી શાળાના શિક્ષિકા પ્રતિમાબેન સૌનો આભાર માન્યો
Comments
Post a Comment