તારીખ 16 8 2019 ના રોજ ડેપ્યુટી કલેક્ટર શ્રી અપર્ણા સિંઘ અને ડિ.આર.ડિ.એ. ના ડાયરેક્ટર શ્રી જોશી સાહેબ કુનરીયા ગામની મુલાકાત લીધી ઉપસ્થિત અધિકારીઓ ને પંચાયત દ્વારા કરવામાં આવતી ગતિવિધિઓથી અવગત કરાયા પંચાયતી રાજ અધિનિયમ ને ધ્યાનમાં રાખી ટકાઉ વિકાસ માટે કરાતા પ્રયાસો મા ગામ લોકોની ભાગીદારી બાબતે જાણ કરવા મા આવી,ગત વર્ષની કામગીરીનો અહેવાલ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ના માધ્યમથી ડેપ્યુટી કલેક્ટર સામે મૂકવામાં આવ્યુ કાર્બન ન્યુટ્રલ પંચાયત ની દિશામાં થયેલા કામોમાં વનીકરણ અને વૃક્ષ ઉછેર ના કામોની સ્થળ પર મુલાકાત કરી મનરેગા ની સ્થળ મુલાકાત લીધી ઉપરાંત જળશક્તિ અભિયાન માટે પંચાયત દ્વારા કરવામાં આવેલા કામો ની વાત કરવામાં આવી ગ્રામ પંચાયત દ્વારા વિકસાવવામાં આવેલી ગ્રાસલેન્ડ ની મુલાકાત લીધી.
કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...
Comments
Post a Comment