ગ્રામ પંચાયત વિકાસ આયોજન આદર્શ બને એ ઇચ્છનીય છે
73 મો બંધારણીય સુધારો આવ્યો અને 1993થી પંચાયતીરાજ ધારો ગુજરાતમાં લાગુ પડયો આ અધિનિયમ થી સ્થાનીય શાસન માં ત્રણ સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા ને મજબુત કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવી છે સુધારો થતા બંધારણમાં 243g ઉમેરવામાં આવી છે જે પંચાયતોમાં સામાજિકન્યાય અને આર્થિકવિકાસ માટે આયોજન કરવાનું સુચવાયેલ છે પરંતુ અલ્પ મદદ અને ક્ષમતાના અભાવે પંચાયતોમાં આયોજન થઈ શક્યા નહીં અઢી દાયકામાં સરકારે સ્થાનીક આયોજન બને એ માટે ઘણા નવતર પ્રયોગો કર્યા પણ આ બધા અપૂરતા રહ્યા
1 એપ્રિલ 2016થી ભારત સરકારે સબકી યોજના સબકા વિકાસ ના નામે ગામેગામ આયોજન બનાવવા આહ્વાન કરાયું પીપલ્સ પ્લાન કેમપેઈન થી ઘણા બધા ગામોએ પ્રયત્ન કર્યા તેમ છતાં આદર્શ પરિસ્થિતિ હજુ અપેક્ષિત છે આ વર્ષે જિલ્લા પંચાયત કચ્છ વિશેષ પ્રયત્નો હાથ ધર્યા છે જેમાં સ્વૈચ્છિક સંસ્થાનો પણ સહયોગ મળી રહ્યો છે જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ કાર્યશાળાઓ થઈ રહી છે જે આવકાર્ય પહેલ છે ગ્રામ પંચાયતોને આહ્વાન છે કે તમામ 632 પંચાયતોનો જી પી જી પી બનાવે
જી પી ડિ પી ની પ્રક્રિયા ગ્રામ પંચાયત દ્વારા પોતાના નાગરિકોને પ્રાપ્ત થનાર લાભ માટે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવા માટે ગ્રામ પંચાયતોનું સંપોષીત આયોજન થાય એ જરૂરી છે આ સર્વગ્રાહી આયોજનમાં લોકભાગીદારી એટલી જ જરુરી છે સાચું લોકતંત્ર કેન્દ્રમાં બેસનારા વીસ-પચ્ચીસ લોકોથી પ્રાપ્ત નહીં થાય આ ગ્રામ્ય સ્તર પર બેસનારા લોકોથી જ પ્રાપ્ત થશે ઉપલબ્ધ સંશોધનોથી લોકોની જરૂરિયાતો પ્રાથમિકતા ના ધોરણે અંત્યોદય નો સિદ્ધાંત તૃપ્ત થાય એવી પ્રક્રિયા થવી જોઈએ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા તમામ વોર્ડ સભ્યો અને નાગરિકોને સાથે રાખી વોડઁ સભા થાય અને વોર્ડની સાર્વજનિક અને વ્યક્તિગત સમસ્યાઓ, જરૂરિયાતો અને માગણીઓ ની યાદી તૈયાર કરવામાં આવે એ સભામાં જરૂરિયાતો અને માગણીઓ ની ખરાઇ કરવા ઉચિત પ્રયત્નો થઈ શકે focus group સાથે બેઠકો ગામમાં ખેડૂતો,પશુપાલકો,કારીગરો,શ્રમિકો સાથે બેઠક કરી આ પ્રકારની માગણીઓ ની યાદી તૈયાર કરવામાં આવે ગામના યુવકમંડળો,સખીમંડળો, સત્સંગમંડળો,મહિલામંડળો,યુવતીઓ,બાળકો અને દિવ્યાંગો સાથે બેઠક કરી સમસ્યા અને માગણીઓ જાણી શકાય ગામના શિક્ષક,આરોગ્ય અધિકારી,આશાવર્કર,આંગણવાડીવર્કર અને હેલ્પર પોસ્ટમેન,વાયરમેન,સસ્તા અનાજની દુકાનના સંચાલક ગ્રામસેવક ગ્રામ રોજગાર સેવક મેટ સાથે પણ બેઠકો કરી સૂચનો અને માહિતી મેળવી શકાય ગ્રામ પંચાયતની સમિતિઓ સામાજિકન્યાયસમિતિ,પાણીસમિતિ,નિગરાનીસમિતિ,કિશોરસમિતિ,વિવિધ સમિતિ શિક્ષણ સમિતિ વિકાસ સમિતિ વગેરે સમિતિ સાથે બેઠક કરી જરૂરિયાતોને જાણી શકાય ગામના વિવિધ વિસ્તારોમાં પદચલન કરી જરૂરી માગણીઓની ઓળખ થઇ શકે ગામના વડીલો પાસેથી એમના અનુભવનો માર્ગદર્શન લઈ આયોજન માટે સલાહ લેવી જોઈએ સહભાગી ગ્રામીણ મોજણી કે અન્ય સાધનોનો ઉપયોગ કરી પરિસ્થિતિને સમજવામાં ઉપયોગી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તમામ પ્રક્રિયા બાદ ગ્રામસભામાં સહમતિથી આયોજનને મંજુરી આપવી જોઈએ
જી પી ડી પી બનાવતી વખતે કયા મુદ્દાનો સમાવેશ કરવો
- ગરીબી નાબૂદી બાબતે એમ.જી.એન.આર.ઈ.જી.એ કારીગરો ના પ્રશ્નો ના માર્કેટ એમને કૌશલ્ય તાલીમ વગેરેને ધ્યાનમાં રાખવી જોઈએ
- માનવ વિકાસ બાબતે શિક્ષણ આરોગ્ય કલા અને સાહિત્ય જેવી બાબતોને ધ્યાનમાં રાખવા જોઈએ
- સામાજિક વિકાસ બાબતે સાહેબ અલ્પસંખ્યક દિવ્યાંગ નીરાધાર વડીલ વિધવા મજુર બાળમજૂર વગેરેનું ધ્યાન રાખે અને આયોજન કરવું જોઈએ
- આર્થિક વિકાસ બાબતે રોજગારી ખેતી ઉત્પાદન પશુપાલન મરઘા ઉછેર વગેરે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
- પર્યાવરણીય વિકાસ બાબતે ગોચર પાણી વન બગીચા ઔષધિઓ જૈવિક સંપ્રદાયોનો ધ્યાન રાખવું જોઈએ
- કલ્યાણ અને સેવા પ્રવૃત્તિઓ બાબતે જન્મ મરણની નોંધણી હકપત્ર 7 12 ની બાબત નવી નોંધણી પરમીટ જેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
- સુશાસન બાબતે પારદર્શક વહીવટ જવાબદાર સમાવેશી અને લોકભાગીદારી શાસન માં આવે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ
જી પી ડી પી ના ફાયદા
- સ્થાનીય સ્તર પર જરૂરિયાતની ઓળખ થાય છે
- સ્થાનિક ક્ષમતાનો પૂરતો લાભ મળે છે
- પરંપરાગત શાસન વ્યવસ્થા જાળવી શકાય છે
- વિવિધ સમૂહની જરૂરિયાતોને ઓળખી શકાય છે
- સ્થાનિક વિકાસમાં લોકોના જ્ઞાન અને આવડતનો લાભ મળે છે
- નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની વિકાસની સમજ વિકસે છે
- પ્રાપ્ત સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ માટે ઉપયોગી થાય છે
- લોકતંત્રને મજબૂત કરે છે
ટકાઉ વિકાસના માપદંડો ને ધ્યાન માં રાખી ને આયોજન તૈયાર કરવો જોઈએ આવા આયોજન માટે ગ્રામ્ય કક્ષાએ જ આયોજન સમિતિની રચના થાય જેમાં ટેકનિકલ નિષ્ણાત અનુભવી લોકો અને ચોક્કસ વિષય નિષ્ણાતોનો સમાવેશ કરી આયોજન તૈયાર કરવો જોઈએ આયોજનમાં આફત નિવારણ માટેનું આયોજન સફાઈ માટે નું આયોજન પાણી બાબતમાં આયોજન આવા 29 વિષય બાબતે પંચાયતોએ કાળજીપૂર્વક તમામ મુદ્દાઓનો સમાવેશ આવેજન મા કરવો જોઈએ
ઉપરોક્ત દર્શાવેલ પ્રક્રિયા પોતાનામાં પૂર્ણ નથી ભૌગોલિક સ્થિતિ અને પરિસ્થિતિ આધારે નવા પ્રયત્નો અને પ્રયોગો થતા હોય છે એ બાબતે અમને સૂચન કરશો કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને સંસ્થા ઓ દ્વારા સારા પ્રયત્નો થયા હવે આપણી એટલે કે સરપંચોની નૈતિક ફરજ છે કે આ દિશામાં આપણે પણ પ્રયત્નો કરીએ
👍👍👍👍👍👍👍👌👌👌
ReplyDelete