Skip to main content

Posts

Showing posts from December, 2019

ભુજ તાલુકા રિસોર્સ ગ્રુપ ની એક દિવસિય તાલિમ યોજાઈ.

ગ્રામ પંચાયત વિકાસ આયોજન બનાવવા તમામ પંચાયતોને નિષ્ણાતના માર્ગદશન  અને દિશાનિર્દેશ ની જરૂર રહેતી હોય છે સર્વગ્રાહી  આયોજન બનાવતી વખતે છેવાડાના વ્યક્તિની રજૂઆત સાંભળી અંતિમ તબક્કાના પ્રશ્નો ગ્રામ પંચાયતના આયોજનમાં આવે એ માટે વોર્ડ મીટીંગ વિવિધ જૂથો સાથે મિટિંગ માં કયા પ્રકારની ચર્ચાથી મહત્વના પ્રશ્નો સામે આવે અને આવેલ પ્રશ્નમાં પ્રાથમિકતા કોને આપવી જેવી બાબતો નિપુણતામાગે છે આવા આયોજન ગામેગામ બનશે ત્યારે તાલુકા કક્ષાએ એક એવા ગ્રુપને સ્થાપિત કરવાની વાત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભાવ જોશીએ કરેલી આ સંદર્ભમાં ભુજ તાલુકા રીસોર્સ ગ્રુપ ની તાલીમ તારીખ 3/12/2019 ના રોજ કુનરીયા મુકામે યોજાઇ જેમાં સેતુ અભિયાનના નિષ્ણાતો દ્વારા તાલીમ અપાઈ ગ્રામ પંચાયત વિકાસ આયોજન શું છે આદર્શ આયોજન બનાવવાની શું પ્રક્રિયા કરવી જોઇએ અને આ પ્રક્રિયા દરમિયાન શું પડકારો આવે છે એની ચર્ચા કરવામાં આવી ગ્રામ પંચાયત વિકાસ આયોજન ના સંદર્ભમાં જિલ્લા રાજ્ય અને રાષ્ટ્ર સ્તરના આંકડાઓ અને હકીકતો પ્રસ્તુત કરવામાં આવ્યા આ દરમિયાન કુકમા  પંચાયતે કરેલા પ્રયાસો નું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું આટલી સમજ વિકસ્યા પછી કુનરી...