ગ્રામ પંચાયત વિકાસ આયોજન બનાવવા તમામ પંચાયતોને નિષ્ણાતના માર્ગદશન અને દિશાનિર્દેશ ની જરૂર રહેતી હોય છે સર્વગ્રાહી આયોજન બનાવતી વખતે છેવાડાના વ્યક્તિની રજૂઆત સાંભળી અંતિમ તબક્કાના પ્રશ્નો ગ્રામ પંચાયતના આયોજનમાં આવે એ માટે વોર્ડ મીટીંગ વિવિધ જૂથો સાથે મિટિંગ માં કયા પ્રકારની ચર્ચાથી મહત્વના પ્રશ્નો સામે આવે અને આવેલ પ્રશ્નમાં પ્રાથમિકતા કોને આપવી જેવી બાબતો નિપુણતામાગે છે આવા આયોજન ગામેગામ બનશે ત્યારે તાલુકા કક્ષાએ એક એવા ગ્રુપને સ્થાપિત કરવાની વાત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભાવ જોશીએ કરેલી આ સંદર્ભમાં ભુજ તાલુકા રીસોર્સ ગ્રુપ ની તાલીમ તારીખ 3/12/2019 ના રોજ કુનરીયા મુકામે યોજાઇ જેમાં સેતુ અભિયાનના નિષ્ણાતો દ્વારા તાલીમ અપાઈ ગ્રામ પંચાયત વિકાસ આયોજન શું છે આદર્શ આયોજન બનાવવાની શું પ્રક્રિયા કરવી જોઇએ અને આ પ્રક્રિયા દરમિયાન શું પડકારો આવે છે એની ચર્ચા કરવામાં આવી ગ્રામ પંચાયત વિકાસ આયોજન ના સંદર્ભમાં જિલ્લા રાજ્ય અને રાષ્ટ્ર સ્તરના આંકડાઓ અને હકીકતો પ્રસ્તુત કરવામાં આવ્યા આ દરમિયાન કુકમા પંચાયતે કરેલા પ્રયાસો નું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું આટલી સમજ વિકસ્યા પછી કુનરીયા ના વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર ત્રણ ની વોર્ડ સભા કરી પ્રેક્ટીકલ કરવામાં આવ્યું લોકભાગીદારી કઈ રીતે લાવી શકાય એ બાબતે ચર્ચા કરવામાં આવી આ તકે 5 સરપંચો 4 તલાટીઓ અને આઠ જેટલા તાલુકા પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા સમગ્ર તાલીમમાં મનીષભાઈ આચાર્ય શ્રેષ્ઠા રોય અને સેતુ અભિયાનના પ્રતિનિધિઓનો સહયોગ મળ્યો.
કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...
Comments
Post a Comment