Skip to main content

Posts

Showing posts from January, 2020

કુનરીયા મા પોષણ દિવસ ની ઊજવણી કરાઈ.

તારીખ 29/1/2020 ના રોજ કુનરીયા ગામની આંગણવાડી ના કાર્યકર્તાઓ દ્વારા કિશોરીઓને પોષણની સમજ આવે એ માટે પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી પોષણ દિવસની ઉજવણીમાં કિશોરીઓ પોષણયુક્ત આહાર લે અને બી.એમ.આઈ સબંધિત માપદંડ કે સૂચકાંકો ને ધ્યાનમાં રાખી કિશોરીની ઉંમર પ્રમાણે વજન અને ઉંચાઈ બાબતે સમજ અપાઇ. ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવાનું આહ્વાન  કરાયું કિશોરીઓ તમાકુ જેવા વ્યસનથી દૂર રહે અને શારીરિક સક્ષમ બને એ સંબંધિત ગામના સરપંચ સુરેશ છાંગા અને ઉપસ્થિત આંગણવાડી કાર્યકર્તા ગીતાબેન વરોત્રા  અને મનિષાબેન ભાનુશાલી એ વાત કરી આ દિવસે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોષક તત્વો અને બનાવેલી વાનગી ની રીત ના આધારે કિશોરીઓમાં પ્રથમ ક્રમે નજમા અબ્દુલ નોડે બીજા ક્રમે ગરવા કંચન હંસરાજભાઈ અને ત્રીજા ક્રમે સુમરા અફસાના દાઉદ રહયા  નિર્ણાયક તરીકે ગામના જાગ્રત બહેનો એ સેવા આપી.