તારીખ 29/1/2020 ના રોજ કુનરીયા ગામની આંગણવાડી ના કાર્યકર્તાઓ દ્વારા કિશોરીઓને પોષણની સમજ આવે એ માટે પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી પોષણ દિવસની ઉજવણીમાં કિશોરીઓ પોષણયુક્ત આહાર લે અને બી.એમ.આઈ સબંધિત માપદંડ કે સૂચકાંકો ને ધ્યાનમાં રાખી કિશોરીની ઉંમર પ્રમાણે વજન અને ઉંચાઈ બાબતે સમજ અપાઇ. ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવાનું આહ્વાન કરાયું કિશોરીઓ તમાકુ જેવા વ્યસનથી દૂર રહે અને શારીરિક સક્ષમ બને એ સંબંધિત ગામના સરપંચ સુરેશ છાંગા અને ઉપસ્થિત આંગણવાડી કાર્યકર્તા ગીતાબેન વરોત્રા અને મનિષાબેન ભાનુશાલી એ વાત કરી આ દિવસે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોષક તત્વો અને બનાવેલી વાનગી ની રીત ના આધારે કિશોરીઓમાં પ્રથમ ક્રમે નજમા અબ્દુલ નોડે બીજા ક્રમે ગરવા કંચન હંસરાજભાઈ અને ત્રીજા ક્રમે સુમરા અફસાના દાઉદ રહયા નિર્ણાયક તરીકે ગામના જાગ્રત બહેનો એ સેવા આપી.
કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...
Comments
Post a Comment