કુનરીયા પંચાયત અને શાળા પરિવાર ના સયુક્ત ઉપક્રમે રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરાઈ. CELEBRATED NATIONAL SCIENCE DAY @KUNARIYA
Happy #NationalScienceDay! "Science and everyday life cannot and should not be separated."
As we commemorate the discovery of the “Raman Effect” by Sir C.V. Raman this National Science Day, let’s pledge to never stop asking questions and to never lose our curiosity.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૧૯૮૬ થી ઉજવાય છે
જેનો હેતુ સમાજમાં જાગૃતિ ફેલાય અને વૈજ્ઞાનિક વિચારની ઉત્પન્ન થાય અને વૈજ્ઞાનિક શોધોના વ્યવહારિક ઉપયોગ થી લોકો માહિતગાર થાય તથા વિજ્ઞાનના માધ્યમથી તેમની બૌદ્ધિક અને માનસિક સજ્જતા વધે
૨૮મી ફેબ્રુઆરી એજ શા માટે ?
આપણા દેશના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામન જેમને આપણે સી.વી.રામન ના નામથી ઓળખીએ છીએ તેમને ૨૮મી ફેબ્રુઆરી ૧૯૨૮ ના દિવસે પ્રકાશના પરાવર્તનના વિસ્મય કારક ઘટના નિહાળી આ દિવસે તેમની રામન ઇફેક્ટ નામની મહત્વપૂર્ણ શોધનો આવિષ્કાર કર્યો તેમણે શોધી કાઢયું કે પ્રકાશનું કિરણ સાત રંગનું બનેલું છે આ સંશોધનને તેમણે રામન ઇફેક્ટ નામ આપ્યું
સમગ્ર દિવસમાં આ શોધ દ્વારા તેમને ગૌરવ પ્રાપ્ત થયું અને તેની જાહેરાત 28 ફેબ્રુઆરી ૧૯૮૭ ના થઇ આ શોધ બદલ તેમને ૧૯૩૦ માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રી કુનરીયા કન્યા પ્રાથમિક શાળા તાલુકો ભુજ
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઊજવણી કરાઈ
શ્રી કુનરીયા કન્યા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત ક્વિઝ સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું આ ક્વિઝ વિજ્ઞાનના પ્રશ્નો અંતર્ગત હતી આ કાર્યક્રમમાં કુનરીયા ગામના સરપંચ શ્રી સુરેશભાઈ હાજર રહ્યા હતા
આ ક્વિઝ કાર્યક્રમમાં ચાર ટીમ પાડવામાં આવી હતી જેના નામ હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ કલ્પના ચાવલા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ તથા સુનિતા વિલિયમ્સ પ્રથમ ત્રણ રાઉન્ડમાં ત્રણે ટીમોના ગુણ સરખા રહ્યા હતા. બધી જ ટીમોએ સુંદર જવાબ આપ્યા હતા છેલ્લા રાઉન્ડમાં સ્પર્ધા જામી હતી અંતે 90 ગુણ સાથે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટીમ વિજેતા બની હતી
ખૂબ સરસ
ReplyDelete