લોક સેવા યુવા ટ્રસ્ટ ના પ્રાયત્નો થી પચ્છમ વિસ્તાર ના પશુપાલકો સંગઠિત થઈ આત્મનિર્ભર બને એ હેતુ થી કુનરીયા પંચાયત મા પ્રેરણા પ્રવાસ નો આયોજન કરાયુ પશુપાલકો ના મંડળ બનાવિ વિવિધ યોજના મા કઈ રીતે લાભ લઈ શકે ઘાસ ચારા સબંધીત સુ યોજના ઓ છે પશુપાલન ના વિષય મા પંચાયત ની શુ જવાબદારી છે દૂધ ના ભાવ પશુઓ ની ખરીદી પર સહાય રશિકરણ જેવા વિષયો ઊપરાંત MGNREGA હેઠળ કઈ રીતે રોજગારી લઈ શકાય ડિમાન્ડ ક્યા કરવી વગેરે બાબતે ઊંડાણ પુર્વક ચર્ચા થઈ કુનરીયા પંચાયતે કરેલી કામગીરી ને નિહાળી પચ્છમ ના તુગા ઝુણા અને જમ કુનરીયા ગામ ના પ્રતિનિધિ ઓ મુલાકાત દરમ્યાન પંચાયત ની કામગીરી થી પ્રભાવીત થયા હતા
ગ્રામ પંચાયત વિસ્તાર માં લોક કલ્યાણની પ્રવૃત્તિ અને રાજ્ય અને કેન્દ્ર સરકાર નીયોજના ઓની અમલવારી કરી લોક ઉપયોગી કામો કરવા અને રાષ્ટ્ર નાં વિકાસ માં મહત્વ નું યોગદાન આપવું ૭૩ માં બંધારણીય સુધારા માં પંચાયતો ને મળેલી સતા અને ફરજો નું નિષ્ઠાપૂર્વક વહન કરવું અને અન્ય પંચાયતો નેઉપયોગી માહિતી પહોચાડવી