ચૌલા ફાઈનાન્સ અને પ્રયાસ સંસ્થા ના સંયુકત ઉપક્રમે કુનરીયા મા 54 ડ્રાઈવર પરીવારો મા આર્થીક સાક્ષરતા આવે એ સબંધિત કાર્યક્રમ યોજયો ડ્રાઈવર પરીવારો બિમારી મહામારી કે આફત સમયે નાની બચત કરે એ માટે નાની બચત નું અભિનય દ્વારા મહત્વ સમજાવવા આવ્યુ બેન્કિંગ સેવા ઓ બચતખાતુ ચાલુખાતુ ફિક્સડીપોઝીટ ATM વગેરે નો ઉપયોગ સબંધિત માહિતી અપાઈ અક્સમાત અને અન્ય વિકટ પરિસ્થિતિમાં વિમા નું મહત્વ અને PMSBY પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના PMJJBY પ્રધાનમંત્રી જીવન જ્યૉતિ બિમા યોજના અને વિમા યોજનાઓ ની માહિતી અપાઈ સુકન્યા સમૃધિ યોજના વ્હાલી દીકરી યોજના થી પણ અવગત કરાયા આવા પરીવાર ના સભ્યો ને હસ્ત કળા સિલાઈ અને અન્ય પુરક વ્યવસાય ની તાલિમ આપવા મા આવશે અને સાધનો ખરીદવા સરકાર ની લોન સબંધિત માહિતી આપવા મા આવશે આગામી માર્ચ સુધી આ 54 પરીવારો સમાજિક સુરક્ષા ની વિવિધ યોજના નો લાભ લઈ સુરક્ષીત અનુભૂતિ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરવા મા આવ્યો આ પ્રસંગે પ્રયાસ માથી પ્રોજેક્ટ કોર્ડિનેટર રેશ્મા બેન નમ્રતા બેન હાજર રહ્યા હતા કુનરીયા ના ભારતીબેને પધારેલ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો ...
ગ્રામ પંચાયત વિસ્તાર માં લોક કલ્યાણની પ્રવૃત્તિ અને રાજ્ય અને કેન્દ્ર સરકાર નીયોજના ઓની અમલવારી કરી લોક ઉપયોગી કામો કરવા અને રાષ્ટ્ર નાં વિકાસ માં મહત્વ નું યોગદાન આપવું ૭૩ માં બંધારણીય સુધારા માં પંચાયતો ને મળેલી સતા અને ફરજો નું નિષ્ઠાપૂર્વક વહન કરવું અને અન્ય પંચાયતો નેઉપયોગી માહિતી પહોચાડવી