વિધ્યાર્થીઓ ને શિક્ષણતરફ પ્રેરીત કરવા અને શાળા સાથેના તેમના અનુબંધને મજબુત કરવા કુનરીયામાં પ્રવેશોત્સવ ની અનોખી ઉજવણી કરવા મા આવી.
તારીખ ૧૫ જુન ના રોજ કુનરીયા મુકામે અનોખો પ્રવેશોત્સવ યોજાયો સર્વત્ર કોવિદ ની નીરાશા વચ્ચે હકારાત્મક અભીગમ સાથે બાલકો ને પ્રવેશ અપાયો સામાન્ય રીતે બાળકો ને શાળા મા બોલાવી ને પ્રવેશ અપાય છે પરંતુ કોવિદ ની પરિસ્થિતી મા બાળક ના ઘરે જઇ બાળક ને પ્રવેશ આપવામા આવ્યો શાળા આપના દ્વારે ઊક્તિ ને ચરિતાર્થ કરાતા આવા ૨૮ બાળકો ને તેમના ઘરે જઇ પ્રવેશ આપવામા આવ્યુ. બાળક નુ પ્રથમ દિવસ યાદગાર બની રહે એમ શાળા પ્રવેશ ને ઉત્સવ ની જેમ ઊજવવા ની પરંપરા આવા સમયે પણ જાળવવા ના પ્રયાસ હાથ ધરવા મા આવ્યા પ્રવેશ પાત્ર બાળક ને શૈક્ષણીક કીટ અને પ્રવેશપત્ર આપવાની સાથે તે બાળક ના ઘરે એક વૃક્ષ નુ વાવેતર પણ કરવા મા આવ્યુ બાળઉછેર સાથે પર્યાવરણ ના જતન નો સંદેશ પણ આપવામા આવ્યો વાલીઓ અને શિક્ષકો વચ્ચે સબંધ ઉભો થાય અને આગામી દિવસો મા ઓનલાઇન કે હોમ લર્નીગ વખતે વાલી એ બાળક બાબતે શુ કાળજી લેવી એ બાબતનુ માર્ગદર્શન અપાયુ આજ ના દિવસે પ્રાથમિક શાળા ના મોટા બાળકો માટે જ્ઞાનસેતુ બુક ના માધ્યમ થી વિષય સજ્જતા આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામા આવતી બુક વિધ્યાર્થી ને આપવામા આવી ગ્રામ પંચાયત સંચાલીત પુસ્તકાલય નુ લોકાર...