Skip to main content

લગાન ફિલ્મ બાદ પ્રખ્યાત બનેલું કુનરીયા ગામ હવે આ માટે વિશેષ જાણીતું બન્યું, કર્યો કમાલ

 લગાન ફિલ્મ બાદ પ્રખ્યાત બનેલું કુનરીયા ગામ હવે આ માટે વિશેષ જાણીતું બન્યું, કર્યો કમાલ









કુનરીયા (Kunariya) ગામમાં છેલ્લા 4 વર્ષથી 70,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેના કારણે ગામમાં પર્યાવરણીય ફેરફારો થયા છે અને વૃક્ષોના લીધે જ ગામમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે ઉપરાંત વિવિધ પ્રજાતિના પશુ પક્ષીઓ પણ અહીં જોવા મળી રહ્યા છે.


: પાંચમી જૂનના વિશ્વ પર્યાવરણ દિન (World Environment day) ની સમગ્ર વિશ્વમાં ઉજવણી થાય છે. ભારતીય સંસ્કૃતિ પણ પર્યાવરણ સાથે જોડાયેલી છે. કચ્છ (Kutch) માં ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદનું પ્રમાણ ઘટતું રહ્યું છે ત્યારે ભુજ (Bhuj) તાલુકાના કુનરીયા (Kunariya) ગામના લોકો દ્વારા છેલ્લા 4 વર્ષથી વૃક્ષો દ્વારા વરસાદની ખેંચી લાવવા માટેનું એક સામૂહિક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.



કુનરીયા (Kunariya) ગામમાં 4 વર્ષમાં 70 હજાર વૃક્ષો ઉછેર કર્યા બાદ હવે પર્યાવરણ જતન માટે પંચવટી બનાવી વધુ 1000 વૃક્ષઓ ઉગાડવામાં આવ્યા છે. આ વખતે ઇકો સિસ્ટમ (Eco System) રિસ્ટોરેશનમાં 4 વર્ષ કરેલી કામગીરીમાં વૃક્ષઓના કારણે જે ફેરફાર થયા છે એ અંગે માહિતી સાથે માર્ગદર્શન પણ અપાયુ હતું.



કુનરીયા  (Kunariya) ગ્રામ પંચાયત દ્વારા આજે ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન અંતર્ગત 1000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તથા છેલ્લાં 4 વર્ષમાં વૃક્ષોને કારણે પર્યાવરણમાં થયેલ ફેરફાર અંગે સરપંચ દ્વારા માહિતી તથા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.


આ ઉપરાંત આગામી સમયમાં વધુને વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે, ગામના તળાવોનું બ્યુટીફીકેશન કરવામાં આવશે તથા Bird Watching Tower ઉભુ કરવામાં આવશે. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ અંગેના કાર્યક્રમો પણ કરવામાં આવશે. ઉપરાંત વન્યજીવ સંરક્ષણ તથા પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત કરવા પગલાં લેવાશે.


કુનરીયા (Kunariya) ગામ પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ એક્ટિવ છે અને અહીં સરપંચ દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં આ કોરોનાની મહામારીમાં લોકોને પર્યાવરણ તથા વૃક્ષારોપણનું મહત્વ સમજાઇ રહ્યું છે અને તે આવનારી પેઢી માટે ખૂબ લાભકારી રહેશે.


કુનરીયામાં 70000 જેટલાં વૃક્ષો વાવવાથી ગામમાં વૃક્ષોને કારણે વરસાદનું આગમન થયું હતું ગત વર્ષે આજુબાજુના 10 ગામમાં વરસાદ પડ્યો ન હતો. પણ અહીં વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત વૃક્ષોના લીધે વરસાદ આવવાથી ગામમાં 9 જેટલા પાણીના સ્ત્રોતો પુનઃ જીવિત થયા હતા. અહીં વૃક્ષોની સંખ્યા વધી જવાથી વિવિધ જાતના પશુ- પક્ષીઓ પણ આ વનમાં આવતા થયા છે.


આ પંચવટી વનના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક, નાયબ વન સંરક્ષક, સહાયક વન સંરક્ષક, ગામના સરપંચ તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કોરોનાની ગાઇડલાઈન સાથે એક ઉત્સવ તરીકે ઉજવાયું હતું.

Comments

  1. ખુબ જ ઉમદા કાર્ય

    ReplyDelete
  2. ખુબ રસર કામગીરી શ્રી કુનરિયા ગ્રામ પંચાયત

    ReplyDelete
  3. ખુબ સરસ કામગીરી શ્રી કુનરીયા ગ્રામ પંચાયત

    ReplyDelete
  4. ખુબજ સરહાનીય કામગીરી
    ધન્યવાદ આપને અને આપની ટીમને

    ReplyDelete
  5. સરપંચ શ્રી સુરેશભાઈ ની આગેવાની હેઠળ ખુબજ સુંદર કામગીરી, લોકો ની સહભાગિતા થી ઉચ્ચ કક્ષાના પરિણામો મેળવ્યા છે. સૌ ને અભિનંદન

    ReplyDelete
  6. અમારા કુનરિયા ગામ નો ગૌરવ સરપંચ એવા સુરેશ ભાઈ ને લાખ લાખ અભિનંદન

    ReplyDelete
  7. અમારા કુનરિયા ગામ નો ગૌરવ સરપંચ એવા સુરેશ ભાઈ ને લાખ લાખ અભિનંદન

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કુરન ગામની બાલિકા પંચાયતના સરપંચ,સભ્યો અને સેતુના પ્રતિનિધિઓએ કુનરીયા ગામની મુલાકાત લીધી. Sarpanch and members and of Balika Panchayat from Kuran village visited Kunariya village.

            ૨૯/૪/૨૦૨૪ ના રોજ બાલિકા પંચાયત કુરનના ૧૨ જેટલા સભ્યો અને ગામના પ્રતિનિધિઓએ કુનરીયા ની મુલાકાત લીધી. એ દરમિયાન બાલિકા પંચાયતના સભ્ય આનંદીબેન છાંગા એ સૌને આવકાર્યા હતા અને બાલિકા પંચાયતની રચનાથી વાકેફ કર્યા હતા ત્યારબાદ સરપંચ ભારતી ગરવા બાલિકા પંચાયત દ્વારા કરવામાં આવેલી કામગીરીનું વર્ણન કરી આવેલા હકારાત્મક બદલાવની વાત કરી હતી. સુખદ પરિણામો થી બાલિકા અને તેમના વાલીઓની સફળ વાર્તાઓ પણ બાલિકાઓ સામે મૂકી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની મહિલા અને બાળ કલ્યાણ સંબંધીત યોજનાઓથી પણ અવગત કરાયા હતા. પોતાના ગામમાં કઈ રીતે કામ કરી શકે એ સંબંધીત માર્ગદર્શન પણ આપ્યું હતું બાલિકા પંચાયત કુનરીયા ના આગામી વર્ષમાં આયોજન બાબતે અવગત કરાવી ગ્રામસભા અને મુખ્ય પંચાયત સાથે સહસબંધ બનાવી કરવાના કામો અંગે માહિતગાર કર્યા હતા. નાનકડા પ્રયાસથી કેટલા મોટા પરિણામો આવી શકે એ બાબતે વાત કરી. ‘’ઘર કી પહેચાન બેટી કે નામ’’, શેરીઓના નામકરણ,લાયબ્રેરી,સાયન્સ લેબ,કોમ્પ્યુટર લેબ ની મુલાકાત લઇ બાલિકા પંચાયતના સભ્યો પ્રભાવિત થયા હતા. કુરન ગામના બાલિકા પંચાયતના સરપંચ પ્રવિણાબા સોઢા તથા સભ્ય...

Kunariya Shines at World Peace Art Competition with 52 Student Participants કુનરીયાના 52 જેટલા વિદ્યાર્થીઓએ વર્લ્ડ પીસ આર્ટ કંમ્પિટિશનમા ભાગ લીધો.

 આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં સંઘર્ષો રોજબરોજની હેડલાઈન બની રહી છે ત્યારે ભારત જેવા રાષ્ટ્ર દ્વારા શાંતિની મજબૂત હિમાયત આશાનું કિરણ બની રહી છે તાજેતરમાં કુનરીયા ના વિદ્યાર્થીઓએ (દક્ષિણ કોરિયા)ઇન્ટરનેશનલ વિમેન પિસ ગ્રુપ (IWPG) અને બીએમઆઈ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વર્લ્ડ પીસ આર્ટ કમ્પિટિશનમાં ભાગ લઈ ભારતની શાંતિ સંબંધિત પ્રતિબંધતા  તરફ એક ડગલું માંડ્યો છે  આ સ્પર્ધામાં વિશ્વના સ્પર્ધકો ભાગ લે છે જેનો ઉદેશ્ય કલાના માધ્યમથી યુવાનો અને બાળકોના મગજને શાંતિપૂર્ણ વિશ્વની કલ્પના કરવા પ્રેરિત કરવાનો છે કુનરીયા ના વિદ્યાર્થીઓએ આ તકને ઉત્સાહ સાથે સ્વીકારી અને પોતાના ચિત્રો બનાવીને વિશ્વ શાંતિ ની પહેલને પોતાનું  સમર્થન આપ્યું છે તેમની સહભાગીતા માત્ર તેમની ચિત્ર પ્રત્યેની રુચિનું પ્રમાણપત્ર નથી શાંતિની શક્તિમાં તેમની ધારણાનું પ્રતિબિંબ પણ છે તેમના ચિત્રો એકતા અને સંઘર્ષથી મુક્ત વિશ્વની સાર્વત્રિક ઈચ્છા નો સંદેશ આપે છે  આ સ્પર્ધામાં ભાગ લઈ બાળકો સર્જનાત્મક કૌશલ્ય જ નહીં પણ વિશ્વ શાંતિ માટે પણ યોગદાન આપી રહ્યા છે આવા પ્રસંગો આગામી પેઢીની શાંતિ અને સમજણને ઉત્તેજન આપે છે કુ...

"Environmental Sustainability: World Environment Day Celebrations in Kunariya"

June 5th is celebrated worldwide as World Environment Day. This celebration was initiated by the United Nations General Assembly in 1972, aiming to spread awareness about various types of forests around the globe. This year's World Environment Day theme was "Environmental Sustainability and Climate Action: Our Land, Our Future." Today, urbanization, industrialization, and development are having serious effects on the global environment. People are feeling the impacts of climate change across almost all sectors. Surveys now focus on reducing the effects of human activities on the global environment and brainstorming various solutions for a better world and for future generations. It is crucial for people to engage more in tree planting activities in the coming times. The Kutch Forest Department is taking remedial measures against global warming and climate change. Efforts include planting trees in large areas like Kutch, preventing environmental damage, raising saplings in...