Skip to main content

લગાન ફિલ્મ બાદ પ્રખ્યાત બનેલું કુનરીયા ગામ હવે આ માટે વિશેષ જાણીતું બન્યું, કર્યો કમાલ

 લગાન ફિલ્મ બાદ પ્રખ્યાત બનેલું કુનરીયા ગામ હવે આ માટે વિશેષ જાણીતું બન્યું, કર્યો કમાલ









કુનરીયા (Kunariya) ગામમાં છેલ્લા 4 વર્ષથી 70,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેના કારણે ગામમાં પર્યાવરણીય ફેરફારો થયા છે અને વૃક્ષોના લીધે જ ગામમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે ઉપરાંત વિવિધ પ્રજાતિના પશુ પક્ષીઓ પણ અહીં જોવા મળી રહ્યા છે.


: પાંચમી જૂનના વિશ્વ પર્યાવરણ દિન (World Environment day) ની સમગ્ર વિશ્વમાં ઉજવણી થાય છે. ભારતીય સંસ્કૃતિ પણ પર્યાવરણ સાથે જોડાયેલી છે. કચ્છ (Kutch) માં ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદનું પ્રમાણ ઘટતું રહ્યું છે ત્યારે ભુજ (Bhuj) તાલુકાના કુનરીયા (Kunariya) ગામના લોકો દ્વારા છેલ્લા 4 વર્ષથી વૃક્ષો દ્વારા વરસાદની ખેંચી લાવવા માટેનું એક સામૂહિક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.



કુનરીયા (Kunariya) ગામમાં 4 વર્ષમાં 70 હજાર વૃક્ષો ઉછેર કર્યા બાદ હવે પર્યાવરણ જતન માટે પંચવટી બનાવી વધુ 1000 વૃક્ષઓ ઉગાડવામાં આવ્યા છે. આ વખતે ઇકો સિસ્ટમ (Eco System) રિસ્ટોરેશનમાં 4 વર્ષ કરેલી કામગીરીમાં વૃક્ષઓના કારણે જે ફેરફાર થયા છે એ અંગે માહિતી સાથે માર્ગદર્શન પણ અપાયુ હતું.



કુનરીયા  (Kunariya) ગ્રામ પંચાયત દ્વારા આજે ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન અંતર્ગત 1000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તથા છેલ્લાં 4 વર્ષમાં વૃક્ષોને કારણે પર્યાવરણમાં થયેલ ફેરફાર અંગે સરપંચ દ્વારા માહિતી તથા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.


આ ઉપરાંત આગામી સમયમાં વધુને વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે, ગામના તળાવોનું બ્યુટીફીકેશન કરવામાં આવશે તથા Bird Watching Tower ઉભુ કરવામાં આવશે. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ અંગેના કાર્યક્રમો પણ કરવામાં આવશે. ઉપરાંત વન્યજીવ સંરક્ષણ તથા પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત કરવા પગલાં લેવાશે.


કુનરીયા (Kunariya) ગામ પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ એક્ટિવ છે અને અહીં સરપંચ દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં આ કોરોનાની મહામારીમાં લોકોને પર્યાવરણ તથા વૃક્ષારોપણનું મહત્વ સમજાઇ રહ્યું છે અને તે આવનારી પેઢી માટે ખૂબ લાભકારી રહેશે.


કુનરીયામાં 70000 જેટલાં વૃક્ષો વાવવાથી ગામમાં વૃક્ષોને કારણે વરસાદનું આગમન થયું હતું ગત વર્ષે આજુબાજુના 10 ગામમાં વરસાદ પડ્યો ન હતો. પણ અહીં વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત વૃક્ષોના લીધે વરસાદ આવવાથી ગામમાં 9 જેટલા પાણીના સ્ત્રોતો પુનઃ જીવિત થયા હતા. અહીં વૃક્ષોની સંખ્યા વધી જવાથી વિવિધ જાતના પશુ- પક્ષીઓ પણ આ વનમાં આવતા થયા છે.


આ પંચવટી વનના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક, નાયબ વન સંરક્ષક, સહાયક વન સંરક્ષક, ગામના સરપંચ તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કોરોનાની ગાઇડલાઈન સાથે એક ઉત્સવ તરીકે ઉજવાયું હતું.

Comments

  1. ખુબ જ ઉમદા કાર્ય

    ReplyDelete
  2. ખુબ રસર કામગીરી શ્રી કુનરિયા ગ્રામ પંચાયત

    ReplyDelete
  3. ખુબ સરસ કામગીરી શ્રી કુનરીયા ગ્રામ પંચાયત

    ReplyDelete
  4. ખુબજ સરહાનીય કામગીરી
    ધન્યવાદ આપને અને આપની ટીમને

    ReplyDelete
  5. સરપંચ શ્રી સુરેશભાઈ ની આગેવાની હેઠળ ખુબજ સુંદર કામગીરી, લોકો ની સહભાગિતા થી ઉચ્ચ કક્ષાના પરિણામો મેળવ્યા છે. સૌ ને અભિનંદન

    ReplyDelete
  6. અમારા કુનરિયા ગામ નો ગૌરવ સરપંચ એવા સુરેશ ભાઈ ને લાખ લાખ અભિનંદન

    ReplyDelete
  7. અમારા કુનરિયા ગામ નો ગૌરવ સરપંચ એવા સુરેશ ભાઈ ને લાખ લાખ અભિનંદન

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village

વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ  દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી  કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે  બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિ...

કુનરિયા પ્રાથમિક શાળા મા વાર્ષિકોત્સવ ઉજવાયો 8 માર્ચ 2019

કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના  બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી  ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...

કુનરીયામાં વ્હાલી દિકરી ના વધામણા

  કુનરીયા ગામે  વ્હાલી દિકરી ના વધામણા કાર્યક્રમની ઉજવણી હર્ષોલ્લાસ કરવામાં આવી, જે સમગ્ર ગામ માટે અનોખો અને પ્રેરણાદાયી પ્રસંગ હતો. આ કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૪માં જન્મેલા તમામ દિકરીઓનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું અને તેમના માતા માટે પોષણ અને કાળજીના મહત્વ પર જાગૃતિ લાવવામાં આવી. દિકરીઓને પાઠવવામાં આવેલા પ્રેમના ઉપહાર  આ પ્રસંગે દિકરીઓને (પછેડા) પહેરવાના કપડા ભેટમાં આપ્યા ગયા. આ પછેડા માત્ર એક ભેટ નથી, પરંતુ તે પંચાયતની દિકરી પ્રત્યેની લાગણી નું પ્રતીક છે. સાથે જ, માતાઓને પોષક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું, જે દિકરીના જન્મ પછી માતાના આરોગ્ય માટે અત્યંત જરૂરી છે. માતા માટે ખાસ માર્ગદર્શન માતાઓને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં બાળકના શારિરીક અને માનસિક વિકાસ માટે મહત્વપૂર્ણ કાળજી અને પોષણના મુદ્દાઓ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો. આ માર્ગદર્શન માતા-દિકરીના ભવિષ્યને વધુ મજબૂત અને સુખમય બનાવવા માટે ખાસ તૈયાર કરાયું હતું.  સમુદાય માટે પ્રેરણાદાયી ક્ષણ આ કાર્યક્રમ માત્ર એક અનૂઠી ઉજવણી જ નહીં, પરંતુ સમાજમાં દિકરીઓ પ્રત્યે સન્માન અને પ્રેમની ભાવનાને વધારવાનો પ્ર...