કુનરીયા તા. ૧૮ઃ બરોડા બેંક સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ભુજ તાલુકાના કુનરીયા ગામમાં મિણબતી બનાવવાની ૧૦ દિવસીય તાલીમનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ ૧૦ દિવસીય તાલીમ દરમિયાન બહેનોએ વિવિધ રમતો, આત્મવિશ્વાસ વધારવો, સિદ્ધિ પ્રેરણા વગેરેની સમજ આપવામાં આવેલ હતી. બરોડા આરસેટી.ના ડાયરેક્ટર અજીત સર્મા તથા ભાવિન સેંગાણી DLM તથા હેન્ડીક્રાફટ DC ના એડિશનલ ડાયરેકટોર રવિવિર ચૌધરી દ્વારા બહેનોને માર્કેટ સર્વે તથા ઉદ્યોગ સાહસિક્તાના અનુભવોની સમજુતી આપી હતી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય લાભાર્થીઓ વિનામૂલ્યે તાલીમ મેળવીને સ્વરોજગાર મેળવી શકે તથા આર્થિક રીતે પગભર થાય તેનો છે. આ તાલીમને સફળ બનાવવા ડાયરેક્ટર અજીત સર્માના માર્ગદર્શન હેઠળ આર.સેટી. સ્ટાફ તથા તાલીમના ફેકલ્ટી એ જહેમત ઊઠાવી હતી.
ગ્રામ પંચાયત વિસ્તાર માં લોક કલ્યાણની પ્રવૃત્તિ અને રાજ્ય અને કેન્દ્ર સરકાર નીયોજના ઓની અમલવારી કરી લોક ઉપયોગી કામો કરવા અને રાષ્ટ્ર નાં વિકાસ માં મહત્વ નું યોગદાન આપવું ૭૩ માં બંધારણીય સુધારા માં પંચાયતો ને મળેલી સતા અને ફરજો નું નિષ્ઠાપૂર્વક વહન કરવું અને અન્ય પંચાયતો નેઉપયોગી માહિતી પહોચાડવી