કુનરીયા જુથ ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોથી કુનરીયા ની ૬૦ દીકરીઓનું H.B ટેસ્ટ કરવામાં આવ્યું. હિમોગ્લોબીન ટેસ્ટ સામાન્ય રીતે એનિમિયા ની તપાસ કરવા માટે આવે છે. જે લોહીમાંના લાલ રક્તકણો ની અપૂર્ણતાને દર્શાવે છે અને જેને કારણે અન્ય તકલીફો થવી સંભવ છે. સમયાંતરે દીકરીઓમાં આવા ટેસ્ટ કરવાની પરંપરા કુનરીયા પંચાયતને કરી છે. તેથી સાવચેતી રાખી શકાય. ૬૦ દીકરીઓના વજન ઉંચાઇ અને H.B ટેસ્ટ થયા. ANM મંજુલાબેન દ્વારા આ સંદર્ભ દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત શું કાળજી રાખવી એની પણ વાત કરવામાં આવી હતી. ખાસ કરીને આયર્ન અને વિટામીન B સંબંધિત ગોળીઓ લેવા આગ્રહ કર્યો અન્ય પ્રોટીન વિટામિન અને માઈક્રો ન્યુટ્રીયન્ટ કયા શાકભાજી અને ફળ માંથી મળે એ બાબતે સમજ આપવામાં આવી. બાલિકા પંચાયતના સરપંચ ભારતી ગરવા અને આશા વર્કર રાજીબેન તેમજ શાંતાબેને વ્યવસ્થા સંભાળી હતી.
કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village
વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિ...
Comments
Post a Comment