ગ્રામસભા કે જે લોકોના અવાજ અને ઈચ્છાઓને પ્રતિબિંબ કરતું અને લોકશાહીને મજબૂત કરતું સૌથી મોટું માધ્યમ છે. કુનરીયા ગામ પંચાયતમાગ્રામ સભા યોજાઇ.
ગ્રામસભા કે જે લોકોના અવાજ અને ઈચ્છાઓને પ્રતિબિંબ કરતું અને લોકશાહીને મજબૂત કરતું સૌથી મોટું માધ્યમ છે. કુનરીયા ગામ પંચાયત મા આજે ગ્રામ સભા યોજાઇ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તેમજ સ્થાનિક લોકોના સહયોગ થી ગ્રામસભા ઉપસરપંચશ્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાઇ જેમાં લોકોની ઈચ્છા મુજબ અને જરૂરિયાત મુજબના ૧૫માં નાણાપંચના વિકાસકામો બહુમતીથી નક્કી કરવામાં આવ્યા. લોકોને તમામ યોજનાકીય માહિતી આપવામાં આવી. રાશનના પ્રશ્નો, આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમ, બાયોગેસ,કરવેરા વિશે, યુવાઓના રોજગાર વિશે, અલગ અલગ વિભાગના કામો, કર્મચારીઓની કામગીરીની સમીક્ષા, પ્રિમોન્શુનની કામગીરી NSAP રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા કાર્યક્રમ હેઠળ ના લાભાર્થી ની યાદી નવા જોબ કાર્ડ ધારકો, પાછલા નાણાકીય વર્ષના હિસાબો ઓડિટ બાળ અધિકાર સલામતી અને રક્ષણ, મહિલા સલામતી,કિશોરીઓના અધિકાર અને કલ્યાણ, બાળલગ્ન નાબુદી અને અન્ય અગત્યનાં મુદ્દાઓ પર ચર્ચા થઈ. શિસ્તબદ્ધ રીતે અને લોકશાહી ઢબે લોક બહુમતી કે સર્વાનુમતે નિર્ણયો થયાં. ગ્રામસભાઓ ભરાય અને લોકોનાં હાથમાં જ સત્તા રહે એ સુનિશ્ચિત થવું જોઈએ.